અરવલ્લીના માલપુર ગામે શિવમંદિર પાસે ખોદકામમાં મળ્યું બે લિંગવાળું શિવલિંગ
મંદિરના નવનિર્માણ માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અનેક પૌરાણિક અવશેષો મળી આવતાં ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું, આ પ્રાચીન અવશેષો કયા યુગના છે તેની હજુ પુષ્ટિ થઈ શકી નથી
Trending Photos
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા નામનાન એક નાનકડા ગામમાં એક શિવ મંદિરનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ મંદિરના નવનિર્માણ માટે તેની આજુબાજુના ભાગમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન બે લિંગવાળું શિવલિંગ મળી આવતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ પ્રાચીન અવશેષો કયા યુગના કે કેટલા વર્ષો જૂના હોઈ શકે તેની હજુ પુષ્ટિ થઈ શકી નથી
રંભોડામાં એક શિવમંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન આજુબાજુના ભાગમાં પાયો ચણવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. માત્ર 8 ફૂટના ખોદકામ દરમિયાન જ પ્રાચીન અવશેષો મળી આવતાં ખોદકામ અટકાવી દેવાયું હતું. ત્યાર પછી ધીમે-ધીમે ખોદકામ કરીને વિવિધ અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ખોદકામ દરમિયાન બે લિંગ ધરાવતું શિવલિંગ મળી આવતાં ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું. કેમ કે, સામાન્ય રીતે શિવલિંગમાં એક જ લિંગ હોય છે. શિવલિંગ ઉપરાંત ખંડિત મૂર્તિ, મંદિરના સ્તંભના અવશેષો, પ્રાચીન કાળનાં વાસણો અને કેટલાક માનવ અવશેષ પણ ખોદકામ દરમિયાન મળ્યા હતા.
ગ્રામજનોનું માનવું છે કે, અહીં પૌરાણિક કાળમાં કોઈ ભવ્ય શિવમંદિર હોવું જોઈએ. જોકે, હાલ આ પ્રાચીન અવશેષો અંગે વધુ વિગતો જાણવા મળી નથી.
જૂઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે