India- Israel સંબંધો પર બોલ્યા પીએમ મોદી, બદલાતી દુનિયામાં વધ્યું છે સંબંધોનું મહત્વ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શનિવારે કહ્યું હતું કે વિશ્વમાં થઈ રહેલા મહત્વપૂર્ણ ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારત-ઈઝરાયલ સંબંધોનું મહત્વ વધી ગયું છે તથા બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગના નવા લક્ષ્યો નક્કી કરવાનો આનાથી સારો અવસર ન હોઇ શકે.

India- Israel સંબંધો પર બોલ્યા પીએમ મોદી, બદલાતી દુનિયામાં વધ્યું છે સંબંધોનું મહત્વ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શનિવારે કહ્યું હતું કે વિશ્વમાં થઈ રહેલા મહત્વપૂર્ણ ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારત-ઈઝરાયલ સંબંધોનું મહત્વ વધી ગયું છે તથા બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગના નવા લક્ષ્યો નક્કી કરવાનો આનાથી સારો અવસર ન હોઇ શકે. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને એક વીડિયો સંદેશમાં આ આશા પણ વ્યક્ત કરી કે ઇઝરાયેલ સાથેની ભારતની મિત્રતા આગામી દાયકાઓમાં પરસ્પર સહયોગના નવા રેકોર્ડ સ્થાપિત કરતી રહેશે.

બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો
તેમણે કહ્યું કે "અમારા લોકો સદીઓથી ગાઢ બંધન ધરાવે છે". જેમ કે ભારતનો મૂળ સ્વભાવ રહ્યો છે હજારો વર્ષોથી આપણો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈપણ ભેદભાવ વિના સૌહાર્દભર્યા વાતાવરણમાં જીવે છે અને વિકસ્યો છે અને આપણી વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે જ્યારે વિશ્વમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે, ત્યારે ભારત-ઈઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. પરસ્પર સહકાર માટે નવા લક્ષ્યો નક્કી કરવા માટે આનાથી વધુ સારો અવસર કયો હોય શકે છે, જ્યારે ભારત આ વર્ષે તેની 75મી સ્વતંત્રતાની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને ઈઝરાયેલ આવતા વર્ષે તેની 50મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવાનું છે.

ખાસ દિવસ છે 29 જાન્યુઆરી
રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ પર ભારત અને ઈઝરાયેલને અભિનંદન આપતાં વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની મિત્રતા આગામી દાયકાઓમાં સહકારના નવા રેકોર્ડ બનાવતી રહેશે. તમને જણાવી દઈએ કે 30 વર્ષ પહેલા આ દિવસે ભારત અને ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણ રીતે સ્થાપિત થયા હતા.

'બંને દેશો માટે નવા અધ્યાયની શરૂઆત'
વડાપ્રધાને કહ્યું, 'આજના દિવસે બંને દેશો વચ્ચે એક નવો અધ્યાય શરૂ થયો હતો. આ પ્રકરણ ભલે નવું હતું, પરંતુ આપણા બંને દેશોનો ઈતિહાસ ઘણો જૂનો છે.’ વડાપ્રધાનનું આ સંબોધન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન સમાચારપત્ર 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના સમાચારને કારણે ભારતનું રાજકારણ ગરમાયું છે. '

ભારત સરકાર પર લાગી રહ્યા છે આરોપ
આ સમાચાર અનુસાર, 2017માં ભારત અને ઈઝરાયલ વચ્ચે લગભગ 2 અરબ ડોલરના અત્યાધુનિક હથિયારો તથા ગુપ્તચર સાધનોના સોદામાં પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware) અને મિસાઈલ સિસ્ટમની ખરીદી મુખ્યત્વે સામેલ હતી. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના સમાચાર બાદ વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સરકાર પર સંસદ અને સુપ્રીમ કોર્ટ સાથે વિશ્વાસઘાત કરવાનો, લોકશાહીને હાઈજેક કરવાનો અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news