J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં જૈશ કમાન્ડર ઝાહિદ વાની સહિત 5 આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. પુલવામામાં 4 અને બડગામમાં 1 આતંકી ઠાર થયો છે.
Trending Photos
પુલવામા: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. પુલવામામાં 4 અને બડગામમાં 1 આતંકી ઠાર થયો છે. બડગામમાં આતંકી પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી 4 જૈશ એ મોહમ્મદ અને એક આતંકી લશ્કર એ તૈયબાનો છે. આ મહિને જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં કુલ 22 આતંકીઓનો ખાતમો થઈ ચૂક્યો છે.
કાશ્મીર વિસ્તારના આઈજીપી વિજયકુમારે કહ્યું કે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે.
અત્રે જણાવવાનું કે અનંતનાગમાં પોલીસકર્મી પર હુમલા બાદ ફરાર થયેલા આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળોએ સર્ચ અભિયાન ચલાવ્યું અને પુલવામાના નાયરા વિસ્તારમાં આતંકીઓને ઘેર્યા. નાયરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન 3 આતંકીઓને માર્યા. વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની ખબર મળ્યા બાદથી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે.
#UPDATE | J&K: Total 5 terrorists killed in dual encounters in Pulwama (4) and Budgam (1) in the last twelve hours. JeM commander terrorist Zahid Wani & a Pakistani terrorist among the killed.
Visuals deferred by unspecified time. pic.twitter.com/xxiNt3Kk1O
— ANI (@ANI) January 30, 2022
નાયરામાં અથડામણ થયાની થોડીવાર બાદ બડગામ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે બીજી અથડામણ શરૂ થઈ ગઈ. બડગામના ચરાર એ શરીફ વિસ્તારમાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક આતંકીને ઠાર કર્યો. કાશ્મીર ઝોન પોલીસ મુજબ ચરાર એ શરીફ વિસ્તારમાં સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. જવાબી કાર્યવાહીમાં લશ્કર એ તૈયબાનો એક આતંકી માર્યો ગયો. માર્યા ગયેલા આતંકી પાસેથી AK-56 રાઈફલ મળી આવી છે. વિસ્તારમાં હજુ પણ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદથી જ આતંકીઓ સ્થાનિક લોકોને અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓના ફાયરિંગમાં એક પોલીસકર્મી શહીદ થયો. બિજબેહરા વિસ્તારના હસનપોરામાં આતંકીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ પર ફાયરિંગ કર્યું. હેડ કોન્સ્ટેબલને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું.
જમ્મુ અને કાશ્મીર પોલીસના નિવેદન મુજબ શહીદ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદને તેમના ઘર પાસે જ આતંકીઓએ ગોળી મારી. અલી મોહમ્મદ કુલગામ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે