હવે લાંબી રાહ નહીં જોવી પડે! PM મોદીએ જણાવ્યું ક્યારે આવશે કોરોના વેક્સીન
સમગ્ર દુનિયા આ સમયે કોરોના મહામારી (Corona virus)ના સંક્ટનો સામનો કરી રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિક, ડોક્ટર્સ અને મોટી-મોટી દવા કંપનીઓ વેક્સીન (Vaccine) બનાવવામાં લાગી છે
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દુનિયા આ સમયે કોરોના મહામારી (Corona virus)ના સંક્ટનો સામનો કરી રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિક, ડોક્ટર્સ અને મોટી-મોટી દવા કંપનીઓ વેક્સીન (Vaccine) બનાવવામાં લાગી છે. દુનિયાની નજર ભારત પર પણ છે, કેમ કે, ભારત તે ગણતરીના દેશોમાં સામેલ છે જે કોરોના વેક્સીનના ટ્રાયલમાં આગળ ચાલી રહ્યાં છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ આજ આઝાદીની 74મી વર્ષગાંઠ પર લાલ કિલ્લાથી જાહેરાત કરી કે ભારત ટૂંક સમય કોરોના વેક્સીનની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાની એક નહીં, ત્રણ-ત્રણ વેક્સીન આ સમયે ટેસ્ટિંગના તબક્કા પર છે. જ્યારે વૈજ્ઞાનિકો આ વેક્સીનને મંજૂરી આપે છે ત્યારે મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન શરૂ કરશું. તમેણે કહ્યું કે, દેશના દરેક નાગરિક સુધી વેક્સની ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે પહોંચે, તેની બ્લુપ્રિન્ટ પણ તૈયાર છે.
દેશમાં આ કંપનીઓ બનાવી રહી છે કોરોના વેક્સીન
દેશમાં 30 કંપનીઓ કોરોનાની વેક્સીન બનાવવામાં લાગી છે. પરંતુ અમે તમને અહીં કેટલીક કંપનીઓ વિશે જણાવી રહ્યાં છે જે કોરોના વેક્સીનને લઇને કામ કરી રહી છે. હૈદરાબાદની ભારત બાયોટેક, Indian Council of Medical Research (ICMR) અને National Institute of Virology મળીને એક વેક્સીન તૈયાર કરી રહ્યાં છે. આ વેક્સીનનું નામ છે Covaxin. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાના શરૂઆતના પરિણામમાં આ વેક્સીન સુરક્ષિત મળી છે. આ દેશી વેક્સીનના ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ માટે 12 મેડિકલ સંસ્થાનોને પસંદ કરવામાં આવી છે. જેમાં એમ્સ પણ સામેલ છે.
Serum Institute of India પણ આગામી સપ્તાહમાં કોરોના વેક્સીનનું માનવીય પરીક્ષણ (Human trials) કરશે. આ વેક્સીનને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા (AstraZeneca) ભેગા મળીને બનાવી રહ્યાં છે. અત્યારે આ વેક્સીનને ફેઝ-2 અને ફેઝ-3નું ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તેની સમાપ્તિ પછી, SII 25 ઓગસ્ટ પછી માનવીય પરીક્ષણો શરૂ કરી શકે છે. સીરમ સંસ્થા કહે છે કે રસી આવતા વર્ષના પહેલા અર્ધમાં એટલે કે 2021 માં આવે તેવી અપેક્ષા છે. અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની Zydus Cadila (ઝાયડસ કેડિલા) પણ કોરોના રસી બનાવી રહી છે. તેણે પ્રથમ તબક્કાની પરીક્ષણ પણ શરૂ કરી દીધી છે. Panacea Biotec, દિલ્હી સ્થિત બાયોટેકનોલોજી કંપની, કોરોના રસી માટે પણ કામ કરી રહી છે. કંપનીએ અમેરિકન કંપની Refana સાથે જોડાણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે