PM મોદીએ કાશીને આપી 24 કરોડની ભેટ, હલ્દિયા સ્ટીમર સેવાનું ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી વારાણસીમાં 2413 કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી, અનેક દશકો પહેલા થઇ જવા જોઇતો પ્રોજેક્ટ હવે પુર્ણ થઇ રહ્યા છે

PM મોદીએ કાશીને આપી 24 કરોડની ભેટ, હલ્દિયા સ્ટીમર સેવાનું ઉદ્ધાટન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં દેશનાં પહેલા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન મોદીએ ગંગા પર બનેલા મલ્ટી મોડલ ટર્મિનલનું નિરિક્ષણ કર્યું. આ પ્રસંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને  કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદી કાશીને 2313 કરોડ રૂપિયાની યોજનાની ભેટ છે. 

PM મોદીએ કહ્યું, દેશનું સપનું થયું સાકાર
ત્યાર બાદ જનસભાને પણ સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વારાણસી અને દેશ, વિકાસનાં તે કાર્યનાં સાક્ષી બન્યા છે. જે દશકો પહેલા થઇ જવું જોઇતું હતું. વડાપ્રધાને કહ્યું કે, જે સપનું જોયું હતું તે આજે સાકાર છે. તેમણે કહ્યું કે, બાબતપુર હવાઇમથકથી શહેરને જોડનાર માર્ગ, રિંગ રોડ, કનેક્ટિવિટી સાથે જોડાયેલા પ્રોજેક્ટ, વિજળીનાં તારોને અંડરગ્રાઉન્ડ કરવા સાથેની જોડાયેલી યોજના, માં ગંગાને પ્રદૂષણ મુક્ત કરવાનાં પ્રયાસોને બળ આપનારી અનેક યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાને કહ્યું કે, જ્યારે અમે હલ્દિયા ઘાટ પર ઝલ માર્ગથી વ્યાપાર કરવાનાં પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે મારી મજાક બનાવવામાં આવી, જો કે હવે આજે જ્યારે કંટેનર કોલકાતા થી અહીં આવ્યું તો બધાનું મોઢું બંધ થઇ ગયું. 

સરકારે લીધો નદીઓનાં જીવનદાનનો સંકલ્પ
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 800 કરોડ રૂપિયાનાં ખર્ચે બાબતપુર એરપોર્ટને શહેર સાથે જોડનારા માર્ગને માત્ર પહોળો થઇ ચુક્યો છે. પરંતુ દેશ વિદેશનાં પર્યટકો માટે પણ આ રસ્તો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેમણે કહ્યું કે, ગત્ત 4 વર્ષોમાં જડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. દુર્ગમ સ્થળો પર નવા એરપોર્ટ, નોર્થ ઇસ્ટનાં દુરનાં વિસ્તારમાં પહેલીવાર ટ્રેન પહોંચી રહી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે નદીઓનાં જીવનદાનનો પણ સંકલ્પ કર્યો છે. 

શૌચમુક્ત થયા ગંગા કિનારાના ગામ
વડાપ્રધાને કહ્યું કે, નમામિ ગંગે મિશન હેળટ અત્યાર સુધી 23 હજાર કરોડ રૂપિયાની યોજનાને મંજુરી આપવામાં આવી ચુકી છે. ગંગા કિનારાનાં મોટા ભાગના સારા સારા ગામ હવે ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ચુક્યા છે. આ પ્રોજેક્ટ ગંગોત્રીથી માંડીને ગંગા સાગર સુધી ગંગાને અવિરલ, નિર્મલ બનાવવાનાં અમારા સંકલ્પનો હિસ્સો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસ્થા, પવિત્રતાના પર્વ છટ્ઠની શુભકામના આપી. તેમણે કહ્યું કે, આ વખતે મારુ સૌભાગ્ય રહ્યું કે મને દિપાવલીનાં દિવસે બાબા કેદારનાથનાં દર્શન કરવાની તક મળી. હવે બાબા વિશ્વનાથની નગરીમાં આશીર્વાદ લેવાની તક મળી. તેમણે કહ્યું કે, કાશી માટે સમગ્ર તથા સમગ્ર ભારત માટે આ દિવસ ઐતિહાસિક છે. 

12 કિલોમીટરનો રોડ શો
ત્યાર બાદ વડાપ્રધાન બાબતપુરથી વાજિદપુર જનસભા સ્થળ સુધી 12 કિલોમીટર સુધી રોડ શો પણ કરશે. અહીં જનસભા સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી વાજીદપુર હરહુઆ ફ્લાઇઓવરના રસ્તે એરપોર્ટ જશે જે અત્યાર સુધી સામાન્ય જનતા માટે નહોતો ખુલ્યો. વડાપ્રધાને આજે કુલ 10 યોજનાઓનું લોકાર્પણ કર્યું અને 7નો શિલાન્યાસ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news