સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતા હતા હથિયારોના કારખાના, હવે તૂટી રહ્યાં છે બંધનોઃ પીએમ મોદી
AatmaNirbhar Bharat in defence manufacturing: PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અત્યાર સુધી હથિયારોના કારખાનાને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે 'ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત' વિષય પર આયોજીત વેબિનારમાં સંબોધન કરતા કહ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ છે કે ડિફેન્સ મેન્યુફેક્ટરિંગમાં બંધનોને તોડવામાં આવે. આ દરમિયાન ભારતમાં રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ પણ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીએ કહ્યુ, 'છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો પ્રયાસ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા બંધનોને તોડવાનો છે. અમારો ઉદ્દેશ્ય છે કે ભારતમાં જ ઉત્પાદન વધે, નવી ટેકનિક ભારતમાં વિકસિત થાય અને ખાનગી સેક્ટરનો આ ક્ષેત્રમાં વધુ વિસ્તાર થાય, તે માટે અમે મહત્વના પગલાં ભર્યા છે.' તેમણે કહ્યું કે, આજે અહીં થઈ રહેલા મંથનથી જે પરિણામ મળશે, તેનાથી આત્મનિર્ભરતાના આપણા પ્રયાગને ગતિ મળશે.
અત્યાર સુધી હતું સીમિત વિઝન
પીએમે કહ્યું કે, દાયકાઓથી ઓર્ડનન્સ ફેક્ટરીઝને સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, એક સીમિત વિઝનને કારણે દેશને નુકસાન થયું, સાથે ત્યાં કામ કરનારા મહેનતી, અનુભવી અને કુશલ શ્રમિક વર્ગને પણ ખુબ નુકસાન થયું છે.
A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through automatic route: PM Modi at Atmanirbhar Bharat Defence Industry Outreach Webinar pic.twitter.com/Iaas6x1Brg
— ANI (@ANI) August 27, 2020
વેબિનારમાં શું બોલ્યા રક્ષામંત્રી
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આપણે આત્મનિર્ભર બનીને વિશ્વ માટે કંઇક સારૂ કરવા ઈચ્છીએ છીએ. આ દિશામાં કેટલાક નીતિગત સુધાર કરવામાં આવ્યા છે, જેમ કે 101 રક્ષા સામાનોની આયાત પર પ્રતિબંધ. અમે વાર્ષિક બજેટનો એક મોટો ભાગ માત્ર ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી પાસેથી ખરીદી માટે રાખ્યો છે. આ વર્ષે તે 52,000 કરોડ રૂપિયા હશે. અમે માત્ર મેક ઇન ઈન્ડિયા નહીં, મેક ફોર વર્લ્ડનો ગોલ હાસિલ કરવા ઈચ્છીએ છીએ. આ વાત તેમણે આત્મનિર્ભર ભારત પર આયોજીત વેબિનારમાં કહી હતી. આ સેમિનારમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા.
JEE, NEET Exam : શિક્ષા મંત્રી બોલ્યા- વિદ્યાર્થીઓ ઈચ્છે છે પરીક્ષા, કારણ વગર થઈ રહી છે રાજનીતિ
આત્મનિર્ભર ભારતને સમર્થન આપવા માટે દ્રઢ છે ભારતીય સેનાઃ સીડીએસ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, ભારતે કોરોના વાયરસનો જે રીતે મુલાબલો કર્યો, તેનાથી આવી કોઈપણ અનપેક્ષિત ઘટનાને દૂર કરવાની આપણી મજબૂત ક્ષમતા દેખાડી છે. તેમણે કહ્યું કે, ભારત આજે ઘણા પડકાર અને ખતરાનો સામનો કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે