જમ્મુ: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- 'એ કયો પંજો હતો, જે ખજાનો ખાલી કરી ગયો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. સવારે તેમણે લેહ પહોંચીને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ તેમણે જમ્મુના વિજયનગરમાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું. અહીં તેઓએ જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ પ્રદેશ માટે વિકાસના કામ કરી રહી છે. 

જમ્મુ: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- 'એ કયો પંજો હતો, જે ખજાનો ખાલી કરી ગયો'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. સવારે તેમણે લેહ પહોંચીને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ તેમણે જમ્મુના વિજયનગરમાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું. અહીં તેઓએ જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ પ્રદેશ માટે વિકાસના કામ કરી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે 10 વર્ષ પહેલા 2008માં ચૂંટણી જીતવા માટે ખેડૂતોના કરજમાફીની જાહેરાત કરી હતી. દેશના ખેડૂતો પર તે વખતે 6 લાખ કરોડ રૂપિયાનું કરજ હતું, માફ કરાયું હતું 52 હજાર કરોડ રૂપિયાના દેવા. તેમાંથી પણ 30-35 લાખ એવા લોકોના કરજ માફ થયા જે તેના હકદાર હતા જ નહીં. તેમણે કોંગ્રેસને ઘેરતા સવાલ કર્યો કે 'એવો તે કયો પંજો હતો જે ખજાનો ખાલી કરી ગયો.  તેમના ચૂંટણી બલૂનની હવા નીકળી ગઈ છે.' 

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રની સરકાર મારા કાશ્મીરી પંડિત, કાશ્મીરી વિસ્થાપિત ભાઈઓ અને બહેનોના અધિકારો, તેમના સન્માન અને તેમના ગૌરવને સમર્પિત છે. પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમારી સરકાર નાગરિકતા કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવી છે. આ તે સંકલ્પનો ભાગ છે જેના દ્વારા આપણે તે તમામ લોકોને પડખે ઊભા રહીશું જેઓ ક્યારેક ભારતનો ભાગ હતાં અને 1947માં બનેલી પરિસ્થિતિઓના પગલે આપણાથી અલગ થઈ ગયાં. 

તેમણે કહ્યું કે માતા વૈષ્ણોદેવીની છત્રછાયામાં જમ્મુમાં ફરીથી એકવાર આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષથી 500 એમબીબીએસ બેઠકો હતી.  જે ભાજપની સરકારના પ્રયત્નોથી હવે બમણી થવાની છે. દૂર દૂરના વિસ્તારોને જોડવા અહીં રોડ નેટવર્કને સુધારવા માટે ભાજપ સરકારે વડાપ્રધાન વિકાસ પેકેજમાં 40હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાઓને સમાન તકો આપવા માટે સમર્પિત છે. હાલમાં જ સરકારી સેવાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ગરીબ સામાન્ય વર્ગના યુવાઓને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો છે. હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે અહીંની ઉર્જા મને વધુ શક્તિથી મારું કામ કરવા માટે પ્રેરિત કરે છે. 

પીએમ મોદીએ પહેલી ફેબ્રુઆરીએ રજુ થયેલા વચગાળાના બજેટને દેશના વિકાસ માટે સારું બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું કે હવે 75 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જશે. હવે ખેડૂતોના ખાતામાં સીધા 6000 રૂપિયા જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news