અમારી પાર્ટીએ દેશને મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યા હતા: બેલ્લારીમાં PM મોદી
કર્ણાટકમાં સિદ્ધરમૈયા નહી પરંતુ સિધા રૂપૈયા સરકાર ચાલી રહી છે, જેણે દેશની સંપત્તીને ભારે નુકસાન પહોંચાડ્યું છે
- કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે કામ કર્યું છે
- પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ
- કોંગ્રેસ દલિત- આદિવાસી વિરોધી પાર્ટી બની
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકમાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરી હતી. ગુલબર્ગ બાદ વડાપ્રધાન મોદીએ બેલ્લારીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસનો અંતિમ કિલ્લો પણ ધ્વસ્ત થશે તે નિશ્ચિત છે. PM મોદીએ કહ્યું કે, અમારી સરકારે જે નવી નોટો છાપી છે, તેમાં અમે થંપી ચિત્ર છાપ્યું છે જેનાં કારણે વિજયગર સામ્રાજ્યની ગૌરવતા દેખાડે છે.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસે બેલ્લારીને બદનામ કરવાનાં સંપુર્ણ પ્રયાસો કર્યા છે. સમગ્ર દેશ અને વિશ્વમાં બેલ્લારીને ખોટી રીતે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે. દેશ અને દુનિયામાં બેલ્લારીને ખોટી રીતે પ્રચારીત કરવામાં આવી રહ્યા છે, જેમ કે ત્યાં કોઇ ચોર અને લૂંટારા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને પોતાનાં ભાષણની શરૂઆત કન્નડ ભાષામાં કરી હતી. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં સીધા- રૂપિયા સરકાર છે, આ રૂપિયા સરકારે કર્ણાટકને દેવાનાં બોઝ તળે ડુબાડી દીધી છે.
રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકની જનતા રૂપિયા સરકાર પાસેથી પાઇ-પાઇનો હિસાબ માંગે છે. તેમણે કહ્યું કે, રૂપિયા સરકારનાં એક મંત્રી પર ખનન ગોટાળાનાં આરોપો લગાવ્યા, તેમને જેલ જવું પડ્યું. તેમ છતા પણ કોંગ્રેસે તેને ટીકિટ નહોતી આપી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે જે ખર્ચ કર્યો છે તેનો વધારે ફાયદો વચેટીયાઓને પણ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં નાના - નાના કાટમ રૂપિયા આપીને જ થાય છે. માટે આ સરકારનું નામ રૂપિયા સરકાર પડ્યું. કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં બિનકાયદેસર ખનનને ભડકાવ્યું છે. કોલ બ્લોકની નીલામી માટે કર્ણાટક સરકારની કોઇ નીતિ જ નથી.
સોનિયા ગાંધી પર કર્યો પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેલ્લારીથી જ્યારે મૈડમ સોનિયા ચૂંટણી લડી રહ્યા હતા, તો તેમણે 3000 કરોડ રૂપિયાનાં પેકેજની વાત કરી હતી. જો કે ત્યાર બાદ તમામ વાતો હવા-હવાઇ થઇ ગઇ. જ્યારે અમારી સરકાર હતી તો અમે બેલ્લારી માટે 2000 કરોડ રૂપિયાનું પેકેજ લાગુ કર્યું હતું. તેમણે કહ્યું કે, કર્ણાટકની સરકાર અત્યાર સુધી સુતેલી હતી, પરંતુ ચૂંટણી આવતા જ અચાનક નવી નવી જાહેરાતો કરી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે