Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીના જન્મદિવસે બદલાશે ગ્રહોની ચાલ, શું 2024માં બની શકશે પ્રધાનમંત્રી? 

PM Modi Birthday: 17 સપ્ટેમ્બરે પીએમ મોદી પોતાનો 73મો જન્મદિવસ ઉજવશે. આ દિવસે ગ્રહોની ચાલમાં ફેરફાર થવાની શક્યતા છે. સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે જેની અસર તેમની રાજકીય કરિયર પર પડશે. 

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીના જન્મદિવસે બદલાશે ગ્રહોની ચાલ, શું 2024માં બની શકશે પ્રધાનમંત્રી? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. તેમની જન્મતિથિ તેમને મહેનતુ અને તેમના લક્ષ્યો પ્રત્યે સમર્પિત બનાવે છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે ગ્રહોની સ્થિતિ જીવનભર આપણને પ્રભાવિત કરે છે. આ વર્ષે પીએમ મોદી ભાદ્રપદ શુક્લપક્ષની દ્વિતિયા તિથિએપોતાનો 73મો જન્મદિવસ ઉજવશે. 

17 સપ્ટેમ્બર 2023 ના રોજ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષાચાર્ય પ્રીતિકા મજુમદાર પાસેથી જાણીએ આ ગ્રહોની ચાલ અને આવનારા વર્ષમાં મોદીજીની કુંડળી પર શું અસર પડી શકે છે. 

ગ્રહોની બદલાતી ચાલનો પ્રભાવ
આ રવિવારે 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી પોતાનો 73મો બર્થડે ઉજવશે. આ દિવસો ગ્રહોની ચાલમાં ફેરફાર થવાની શક્યતા છે. સૂર્ય કન્યા રાશિમાં ગોચર  કરશે જેની અસર તેમની આર્થિક સ્થિતિ પર પડશે. બચત વધવાની પણ અનેક તકો છે. અષ્ટમ ભાવમાં સૂર્યની દ્રષ્ટિ એ વાતનો સંકેત આપે છે કે વિજ્ઞાન અને શોધ કાર્યો સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. દેશના પ્રધાનમંત્રીની ગ્રહ ચાલની અસર લોકોના જીવન ઉપર પણ પડે છે. 

પ્રધાનમંત્રી મોદીનો મૂળાંક અને ભાગ્યાંક
જન્મતિથિ 17 સપ્ટેમ્બર 1950 મુજબ પીએમ મોદીનો મૂળાંક 8 અને શુભ અંક 5 છે. મૂળાંક 8 વાળા મોટાભાગના લોકો 40 વર્ષ બાદ સફળતા મેળવવાનું શરૂ કરે છે. તેનું ઉદાહરણ મોદીજી છે. જેમને 40 વર્ષની ઉંમર બાદ પ્રસિદ્ધિ મળવાની શરૂ થઈ. જો કે તેમણે તે પહેલા ખુબ મહેનત કરી હતી. 

શનિ અંક 8 ઈમાનદારીનો અંક છે. તમને હંમેશા તમારી મહેનતનું ફળ મળશે. આ નરેન્દ્ર મોદીની આકરી મહેનતનું જ પરિણામ છે જેના લીધે તેઓ આજે  આ મુકામ પર છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કાર્યો અને નિર્ણયોના દાતા ગણાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં 8 અંકના ગુણનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળતો દેખાય છે. શનિને પરિશ્રમનો કારક પણ મનાય છે. તે જેટલો તમારી પાસે સંઘર્ષ કરાવે છે એટલી જ તમને સફળતા અપાવે છે. એવું કહેવાય છે કે શનિ સૂન્યને નાયક અને નાયકને શૂન્ય બનાવે છે. તેઓ તમને તમારા કાર્યોના ફળ પણ તરત આપે છે. 

પીએમ મોદીનું મૂળાંક 8થી કનેક્શન
ગ્રહોની સ્થિતિ કહે છે કે આગામી વર્ષ પીએમ મોદીનું જ વર્ષ છે. 2024 નો મૂળાંક પણ 8 છે અને મોદીએ આજ સુધી બધી સફળતા આ મૂળાંકમાં મેળવી છે. જ્યારે મોદીજી ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો શપથગ્રહણની તારીખ 26 ડિસેમ્બર એટલે કે 8 તારીખ હતી. જેના પગલે તેમને સતત સફળતા મળતી રહી. 

2014 લોકસભા ચૂંટણી માટે પ્રચારની તારીખ 26 માર્ચ (2+6=8) છે. પહેલીવાર પીએમ પદના શપથની તારીખ 26 મે હતી. નોટબંધીના નિર્ણયની તારીખ 8 નવેમ્બર. લોકસભા ચૂંટણી માટે પીએમ મોદીના નામાંકનની તારીખ 26 એપ્રિલ 2019 હતી. એ જ રીતે એવી અનેક તારીખો છે જેની સંખ્યા 8 સાથે મેળ ખાય છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમમોદી 2024માં પણ જીતનો પરચમ લહેરાવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

(અહેવાલ- સાભાર ડીએનએ હિન્દી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news