Himachal Pradesh: પીએમ મોદીએ સુખવિંદર સિંહ સુક્ખુને આપી શુભેચ્છા, કહ્યું- કેન્દ્ર તરફથી સહયોગ મળશે

Sukhwinder Singh Sukhu: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળ્યો હતો. રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખવિંદર સિંહે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

Himachal Pradesh: પીએમ મોદીએ સુખવિંદર સિંહ સુક્ખુને આપી શુભેચ્છા, કહ્યું- કેન્દ્ર તરફથી સહયોગ મળશે

શિમલાઃ PM Modi Congratulate Sukhwinder Singh Sukhu: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર સુખવિંદર સિંહ સુક્ખુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. સુખવિંદર સિંહ સુક્ખુ 
(Sukhwinder Singh Sukhu) એ રવિવાર (11 ડિસેમ્બર) ના હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે મુકેશ અગ્નિહોત્રીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ કે, 'સુખવિંદર સિંહ સુક્ખુને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર ખુબ-ખુબ શુભેચ્છા. હું હિમાચલ પ્રદેશના વિકાસ માટે કેન્દ્ર તરફથી દરેક સંભવ સહયોગનું આશ્વાસન આપુ છું.'

— Narendra Modi (@narendramodi) December 11, 2022

કોંગ્રેસે જીતી છે 40 સીટો
તાજેતરમાં પૂર્ણ થયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 68માંથી 40 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. ભાજપે 25 બેઠકો જીતી હતી જ્યારે અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી. રવિવારે હિમાચલના ગવર્નર આરવી આર્લેકરે સુખવિંદર સિંહ સુક્ખુને સીએમ અને મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી સીએમ પદના શપથ લેવડાવ્યા હતા.

શપથ સમારોહમાં પહોંચ્યા હતા આ દિગ્ગજ નેતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, હિમાચલ પ્રદેસના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લા, પ્રતિભા સિંહ અને સચિન પાયલટ હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news