PM Modi એ સ્વચ્છ ભારત મિશન Urban 2.0 લોન્ચ કર્યું, કહ્યું- સફાઈકર્મી જ અસલ મહાનાયક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છ ભારત મિશન- અર્બન 2.0ની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને વધુ સારી બનાવવાનું કામ કરવામાં આવશે. 

PM Modi એ સ્વચ્છ ભારત મિશન Urban 2.0 લોન્ચ કર્યું, કહ્યું- સફાઈકર્મી જ અસલ મહાનાયક

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સ્વચ્છ ભારત મિશન (Swachh Bharat Mission) - અર્બન 2.0ની શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને વધુ સારી બનાવવાનું કામ કરવામાં આવશે. આ યોજનાને લોન્ચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશભરમાં શૌચાલયોનું નિર્માણ કરીને સફાઈ અભિયાન ચલાવી દેશે સ્વચ્છ ભારત મિશનનો પહેલો તબક્કો પૂરો કર્યો. હવે અમારું લક્ષ્ય શહેરોને કચરામુક્ત કરવાનું છે. અમૃત મિશન પણ આ સાથે કામ કરશે. 

સફાઈકર્મીઓ જ સાચા અર્થમાં મહાનાયક
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશે સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી જે મેળવ્યું તે એ ભરોસો અપાવે છે કે દરેક ભારતવાસી પોતાના કર્તવ્ય પ્રત્યે સંવેદનશીલ છે. આપણા સફાઈકર્મીઓ જ સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાકાળમાં પણ તેમણે પોતાનું કામ પૂરું કર્યું. તેમણે કહ્યું કે તમામ શહેરોના મેયર, કમિશનર અને અન્ય ઓફિસર આ કામને મિશન તરીકે લે કારણ કે તેનાથી સીધો ફાયદો જમીન સ્તરે થશે. 

પીએમ મોદીએ કહ્યું કે હવે લોકો ઘરમાં ભીનો અને સૂકો કચરો અલગ રાખી રહ્યા છે. બીજા લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં ભલે થોડી સુસ્તી આવી ગઈ હોય પરંતુ દરેક રાજ્ય, જિલ્લા, શહેર, ગામના પ્રશાસને ફરીથી જાગી જવું જોઈએ. 

મહાત્મા ગાંધી અને બાબા સાહેબને યાદ કર્યા
પીએમ મોદીએ કહ્યું કે 'સીવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટ વધારવું, પોતાના શહેરોને Water secure cities’ બનાવવા અને એ સુનિશ્ચિત કરવું કે આપણી નદીઓમાં ક્યાંયથી પણ કોઈ ગંદુ નાળું ન પડે. મહાત્મા ગાંધીની જયંતીના એક દિવસ પહેલા આપણે આ કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બાબા સાહેબ, અસમાનતાને દૂર કરવા માટે શહેરી વિકાસને એક મોટું માધ્યમ માનતા હતા. સારા જીવનની આકાંક્ષામાં ગામડાઓમાંથી અનેક લોકો શહેરોમાં આવે છે. આપણે જાણીએ છીએ કે તેમને રોજગાર તો મળી જાય છે પરંતુ તેમનું જીવનસ્તર  ગામડાઓ કરતા પણ મુશ્કેલ સ્થિતિમાં હોય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તેમના પર એક પ્રકારે બેવડા માર જેવું હોય છે. એક તો ઘરથી દૂર રહેવું અને બીજું એવી સ્થિતિમાં રહેવાનું. આ હાલાતને બદલવા, આ અસમાનતાને દૂર કરવા પર બાબા સાહેબનો ખુબ ભાર હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનાને પૂરા કરવાની દિશામાં પણ એક મોટું ડગલું છે. 

જુઓ Video

અત્રે જણાવવાનું કે સ્વચ્છ ભારત અભિયાન- અર્બન 2.0, અમૃત 2.0 હેઠળ દેશના અલગ અલગ શહેરોમાં સ્વચ્છ પાણી, વેસ્ટ મેનેજમેન્ટ, કચરામુક્ત શહેર સહિત અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે. લગભગ 500 શહેરો, 4000 કસ્બાઓમાં આ પ્રકારની સુવિધાઓને આગળ વધારવામાં આવશે, ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news