ગેસના બાટલાનો નવો ભાવ સાંભળીને ભાભી પણ ભડકશે! કહેશે સિલિન્ડરવાળો સ્ટવ નહીં હવે છાણવાળો ચૂલો જ પોસાશે!

વધી જતી મોંઘવારી લોકોના ખિસ્સાં ખાલી કરી રહી છે. સતત વધતી મોંઘવારીએ તો લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવ વધારી દીધા છે.જણાવી દઈએ કે, કંપનીઓેએ કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે હવે રેન્ટોરન્ટ અને ઢાબા પર ખાવું તમને મોંઘુ પડી શકે છે. કોર્મશિયલ ગેસના બાટલાના ભાવ વધતાં હોટેલમાં ખાવાનું હવે મોંઘું થશે. આ સમાચાર સાંભળીને તો 'ભાભી' પણ ભડકશે.

ગેસના બાટલાનો નવો ભાવ સાંભળીને ભાભી પણ ભડકશે! કહેશે સિલિન્ડરવાળો સ્ટવ નહીં હવે છાણવાળો ચૂલો જ પોસાશે!

નવી દિલ્હીઃ વધી જતી મોંઘવારી લોકોના ખિસ્સાં ખાલી કરી રહી છે. સતત વધતી મોંઘવારીએ તો લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવ વધારી દીધા છે.જણાવી દઈએ કે, કંપનીઓેએ કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે હવે રેન્ટોરન્ટ અને ઢાબા પર ખાવું તમને મોંઘુ પડી શકે છે. કોર્મશિયલ ગેસના બાટલાના ભાવ વધતાં હોટેલમાં ખાવાનું હવે મોંઘું થશે. આ સમાચાર સાંભળીને તો 'ભાભી' પણ ભડકશે કે, સાલુ વીકમાં એક દિવસ હોટલમાં જમવાનું થતું એય હવે નસીબમાં નહીં રહે. એમ કહેશેકે, હવે આપણે પણ ગેસ સિલિન્ડરવાળો સ્ટવ અભરાઈ પર ચઢાવી દો, આપણને હવે છાણવાળો ચૂલો જ પોસાશે. શું ખબર હવે ગમે ત્યારે રાંધણ ગેસના ભાવ પણ વધી જાય તો નવાઈ નહીં!

ઈન્ડિંયન ઓઈલની વેબસાઈટે જાહેર કર્યા નવા ભાવ:
ઈન્ડિયન ઓઈલ તરફથી જાહેર કરાયેલા નવા ભાવ મુજબ, હવે દિલ્લીમાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ સિલેન્ડરનો ભાવ 1736.5 રૂપિયા થઈ ગયો. પહેલાં આ સિલેન્ડરનો ભાવ 1693 રૂપિયા હતો. જો કે, ઘરેલું ઉપયોગમાં લેનારા સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. કોલકાતામાં હવે 19 કિલોના કોમર્શિયલ સિલેન્ડરના ભાવ 1805.5 રૂપિયા થઈ ગયા. જે પહેલાં 1770.5 રૂપિયા હતા. જણાવી દઈએ કે, પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસ પર એલપીજી સિલેન્ડરના ભાવની સમીક્ષા કરે છે.

રસોઈ ગેસમાં મળી રાહત:
આ પહેલાં પહેલી સપ્ટેમ્બરે ઘરેલું એલપજીજી સિલેન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારા પછી દિલ્લામાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલેન્ડરના ભાવ વધીને 884.50 રૂપિયા થયા હતા. જો કે, આ મહિનામાં હજુ ઘરેલું સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી.

CNGના ભાવમાં પણ કોઈ વધારો નહીં:
આ પહેલાં સરકારે કુદરતી ગેસમાં 62 ટકાનો વધારો કર્યો છે. ફર્ટિલાઈઝર, વીજળી ઉત્પાદન અને સીએનજી ગેસ તૈયાર કરવામાં કુદરતી ગેસનો ઉપયોગ થાય છે. આ નિર્ણય પછી સીએનજી, પીએનજી અને ફર્ટિલાઈઝરની કિંમતમાં પણ વધારો થવાની આશંકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news