Cheetah: દાયકાઓ બાદ ભારતમાં ચિત્તાની વાપસી, પીએમ મોદીએ દેશવાસીઓને કરી એક ખાસ અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. ત્યારબાદ પીએમ મોદીએ આ અવસરે સંબોધન પણ કર્યું.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. 5 માદા અને 3 નર ચિત્તાને લઈને આજે સવારે નાબીબિયાથી ખાસ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ થયું હતું. જ્યાંથી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા તેમને કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ આ અવસરે સંબોધન પણ કર્યું.
ચિત્તા દાયકાઓ બાદ ભારતની ધરતી પર પાછા ફર્યા
પીએમ મોદીએ કહ્યું કે હું આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો આભાર માનું છું જેમના સહયોગથી દાયકાઓ બાદ ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા. દુર્ભાગ્યપૂર્ણ રહ્યું કે આપણે 1952માં ચિત્તાને દેશથી વિલુપ્ત જાહેર કર્યા. પરંતુ તેમના પુર્નવાસ માટે દાયકાઓ સુધી કોઈ સાર્થક પ્રયત્ન થયો નહીં. આજે આઝાદીના અમૃતકાળમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાના પુર્નવાસ માટે લાગી ગયો છે.
#WATCH | Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at their new home Kuno National Park in Madhya Pradesh.
(Source: DD) pic.twitter.com/CigiwoSV3v
— ANI (@ANI) September 17, 2022
તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે ત્યારે આપણું ભવિષ્ય પણ સુરક્ષિત હોય છે. વિકાસ અને સમૃદ્ધિના રસ્તા પણ ખુલે છે. કૂનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તા ફરીથી દોડશે ત્યારે અહીંની ગ્રાસલેન્ડ ઈકોસિસ્ટમ ફરકીથી રિસ્ટોર થશે. biodiversity વધુ વધશે. પ્રકૃતિ અને પર્યાવરણ, પશુ અને પક્ષી, ભારત માટે તે ફક્ત sustainability અને security ના વિષય નથી. આપણા માટે તે આપણી sensibility અને spirituality નો પણ આધાર છે.
દેશવાસીઓને ખાસ અપીલ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે. આ વિસ્તારથી અજાણ્યા છે. કુનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનું ઘર બનાવી શકે, તે માટે આપણે આ ચિત્તાને પણ થોડા મહિનાનો સમય આપવો પડશે. આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન્સ પર ચાલતા ભારત આ ચિત્તાઓને વસાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડાયેલા ચિત્તાને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિના ધૈર્ય દેખાડવું પડશે. રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે