પ્રધાનમંત્રી મોદી આજે સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, PMO એ આપી જાણકારી

પીએમ નેરેન્દ્ર મોદીએ કોવિડ વિરોધી રસીકરણ અંતર્ગત ગુરૂવારના ભારતના 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશ પાસે છેલ્લા 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે હવે એક મજબૂત 'સુરક્ષા કવચ' છે

Updated By: Oct 22, 2021, 07:41 AM IST
પ્રધાનમંત્રી મોદી આજે સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, PMO એ આપી જાણકારી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 10 વાગે દેશને સંબોધન કરશે. PMO એ આ વાતની જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, પીએમ દેશના નામ પોતાના સંબોધનમાં 100 કરોડ કોરોના વેક્સીન ડોઝ વિશે વાત કરી શકે છે. તમને જણાવી ધઇએ કે, ભારતે ગુરૂવારના 100 કરોડ વેક્સીન ડોઝનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે.

પીએમ નેરેન્દ્ર મોદીએ કોવિડ વિરોધી રસીકરણ અંતર્ગત ગુરૂવારના ભારતના 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશ પાસે છેલ્લા 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે હવે એક મજબૂત 'સુરક્ષા કવચ' છે.

પીએમએ રસીકરણની આ ઉપલબ્ધિને ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભરતીયોની સામૂહિક ભાવનાની વિજય ગણાવી છે. તેમણે ગુરૂવારના રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની મુલાકાત કરી હતી. ત્યાં તેમણે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સ અને રસી લેવા પહોંચેલા લાભાર્થીઓ સાથે વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube