Positivity Unlimited Program: આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું પડશેઃ મોહન ભાગવત
આરએસએસ પ્રમુખે કહ્યુ- આપણે પોઝિટિવ રહેવું પડશે અને હાલની પરિસ્થિતિમાં ખુદને કોવિડ નેગેટિર રાખવા માટે સાવચેતી રાખવી પડશે. વર્તમાન પરિસ્થિતિમાં તર્ક વગરના નિવેદન આપવાથી બચવુ જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યુ કે, આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું પડશે. ભાગવત 'પોઝિટિવિટી અનલિમિટેડ' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
આરએસએસ પ્રમુખે કહ્યુ- આપણે પોઝિટિવ રહેવું પડશે અને હાલની પરિસ્થિતિમાં ખુદને કોવિડ નેગેટિવ રાખવા માટે સાવચેતી રાખવી પડશે. વર્તમાન પરિસ્થિતિમાં તર્ક વગરના નિવેદન આપવાથી બચવુ જોઈએ. આ પરીક્ષાનો સમય છે પરંતુ આપણે એક રહેવું પડશે અને એક ટીમના રૂપમાં કાર્ય કરવું પડશે.
All of us - general public, Govt & admin - became complacent after the first wave. Doctors were indicating but we became complacent. That's why we're facing this problem. Now there are talks of the third wave but we don't have to fear but prepare ourselves:RSS Chief Mohan Bhagwat pic.twitter.com/FwDQZLIAmi
— ANI (@ANI) May 15, 2021
કોવિડની વર્તમાન સ્થિતિ પર આરએસએસ પ્રમુકે આગળ કહ્યું કે, સફળતા અને નિષ્ફળતા અંતિમ નથી, જારી રાખનારા સાહસનું મહત્વ છે. તેમણે કહ્યું- આપણે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર, તંત્ર અને જનતા બધા કોવિડની પ્રથમ લહેર બાદ બેદરકાર થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે, પરંતુ આપણે ડરવાની નહીં, પરંતુ ખુદને તૈયાર કરવાની જરૂર છે.
કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે આગળ કહ્યુ કે, કોરોના મહામારી માનવતાની સામે પડકાર છે અને ભારતે મિસાલ સ્થાપિત કરવાની છે. આપણે ગુણ-દોષની ચર્ચા વગર એક ટીમના રૂપમાં કામ કરવાનું છે. આપણે તેને બાદમાં કરી શકીએ છીએ. એક ટીમના રૂપમાં કામ કરવા અને પોતાના કામને ઝડપી કરી આ પડકારને દૂર કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે કોવિડ રિસ્પોન્સ ટીમ (સીઆરટી) તરફથી 11 મેથી પાંચ દિવસીય 'હમ જીતેંગેઃ પોઝિટિવિટી અનલિમિટેડ'નું આયોજન કરવામાં આવ્યું છે. સમાપન દિવસ પર શનિવારે છેલ્લા દિવસે મોહન ભાગવતે સંબોધન કર્યુ હતુ. આ સાથે કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે