President Election Voting: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન, MP ને લીલું અને MLA ને ગુલાબી મતપત્ર, જાણો કારણ

President Election 2022 Voting Latest News: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે આજે મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થઈ જશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હા પડકાર આપી રહ્યા છે.

President Election Voting: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન, MP ને લીલું અને MLA ને ગુલાબી મતપત્ર, જાણો કારણ

President Election 2022 Voting Latest News: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે આજે મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થઈ જશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હા પડકાર આપી રહ્યા છે. મતદાન પહેલા એ પણ જાણી લો કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કઈ પ્રક્રિયા હેઠળ થાય છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કેમ નથી થતો અને આ ઉપરાંત મતદાન માટે સાંસદોને લીલું અને ધારાસભ્યોને ગુલાબી મતપત્ર કેમ અપાય છે. તેની પાછળનું કારણ શું છે. 

આ રીતે થાય છે મતદાન
રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્રારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને 'ઇલેક્ટોરલ કોલેજ' કહેવામાં આવે છે અને તેમાંથી દરેક જણને 'ઇલેક્ટર' કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યૂ સમાન હોય છે, પછી ભલે તેનો સંસદીય વિસ્તાર નાનો હોય કે મોટો. એટલે કે ભલે યુપી જેવા મોટા રાજ્યના સાંસદના વોટની વેલ્યૂ હોય કે સિક્કમ કે ગોવા જેવા નાના રાજ્યો અથવા કોઇ અન્ય રાજ્યના સાંસદ, તેમના વોટની વેલ્યૂ બરાબર હોય છે. જોકે MLA ના વોટોની વેલ્યૂ એક સમાન હોતી નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધારાસભ્યોના વોટની વેલ્યૂ જનસંખ્યાના આધાર પર નક્કી થતી હોય છે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધુ 208, જ્યારે સિક્કિમના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ 7 છે.  મતદાન બાદ 21 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

ઈવીએમનો ઉપયોગ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થતો નથી
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને વિધાન પરિષદ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થતો નથી. હકીકતમાં ઈવીએમ એક એવી ટેક્નોલોજી પર આધારિત છે જેમાં તે લોકસભા અને વિધાનસભા જેવી પ્રત્યક્ષ ચૂંટણીઓમાં મતને ભેગા કરવાનું કામ કરે છે. મતદાર પોતાની પસંદના ઉમેદવારના નામ સામે બટન દબાવી દે છે અને જે સૌથી વધુ મત મેળવે તે વિજયી જાહેર કરાય છે. 

સાંસદો-ધારાસભ્યોને કેમ અપાય છે અલગ કલરનું મતપત્ર?
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ રાષ્ટ્રપતિ ચૂંટણી હેઠળ થતા મતદાન વખતે સાંસદો અને ધારાસ્ભ્યોને અલગ અલગ રંગના મતપત્ર અપાય છે. સાંસદોને લીલું અને ધારાસભ્યોને ગુલાબી રંગનું મતપત્ર મળે છે. આવું એટલા માટે કારણ કે મતગણતરી વખતે ચૂંટણી અધિકારીઓને મતની ગણતરી કરવામાં સરળતા રહે. 

અત્રે જણાવવાનું કે મતદાનની ગોપનીયતા જાળવી રાખવા માટે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી અને મતદારોને પોતાના મતપત્રો પર નિશાન લગાવવા માટે રિંગણી શાહીવાળી એક ખાસ પ્રકારની પેન ઉપલબ્ધ કરાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news