મેડિકલ સ્ટુડેન્ટ્સના હિતમાં સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત

કેન્દ્ર સરકારે મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર, હવે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી છે.

મેડિકલ સ્ટુડેન્ટ્સના હિતમાં સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર, હવે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી છે.

​અડધી સીટો પર લાગૂ થશે સરકારી ફી
PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, 'અમે નિર્ણય કર્યો છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી વસૂલવામાં આવશે.' સરકારના આ નિર્ણયનો લાભ એવા ગરીબ વિદ્યાર્થીઓને મળશે જેઓ પૈસાના કારણે મેડિકલનો અભ્યાસ ચૂકી જાય છે.

हमने तय किया है कि प्राइवेट मेडिकल कॉलेजों में आधी सीटों पर सरकारी मेडिकल कॉलेज के बराबर ही फीस लगेगी: PM @narendramodi

— PMO India (@PMOIndia) March 7, 2022

દેશમાં એમબીબીએસનો અભ્યાસ ઘણો મોંઘો ગણાય છે અને સરકારી કોલેજોમાં એડમિશન ન મળવાના સંજોગોમાં અનેક વિદ્યાર્થીઓ તગડી ફીના કારણે ખાનગી કોલેજોમાં એડમિશન લઈ શકતા નથી. હવે આવા ગરીબ વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયનો લાભ મળશે અને ખાનગી કોલેજોની અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી ચાર્જ વસૂલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news