Punjab Political Crisis: રાજીનામા બાદ સિદ્ધુએ Video શેર કરી એવી વાત કરી, કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો

પંજાબ (Punjab) કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કલેહ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે.

Punjab Political Crisis: રાજીનામા બાદ સિદ્ધુએ Video શેર કરી એવી વાત કરી, કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો

નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કલેહ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે. પંજાબ કોંગ્રેસ (Punjab Congress) ના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલું નિવેદન છે. સિદ્ધુનું કહેવું છે કે તેઓ પોતાના મુદ્દા સાથે સમાધાન નહીં કરી શકે, હક અને સત્યની લડત તેઓ લડતા રહેશે. 

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ કહ્યું, વ્હાલા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક હેતુ સાથે કરી છે. પંજાબના લોકોની જિંદગી સારી બનાવવી અને મુદ્દાની રાજનીતિ કરવી. આ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. મે કોઈ અંગત લડાઈ લડી નથી, મારી લડાઈ મુદ્દાઓની છે. પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડાની સાથે હું મારા હક-સત્યની લડાઈ લડતો રહ્યો છું. આ માટે કોઈ સમાધાન છે જ નહીં. 

નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું કે મારા પિતાએ મને એક વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી ઊભી થાય ત્યાં સત્યની લડાઈ  લડો. જ્યારે પણ હું જોઉ છું કે સત્ય સાથે સમાધાન કરુ છું, જ્યારે હું જોઉ છું કે જેમણે થોડા સમય પહેલા બાદલ સરકારને ક્લિન ચીટ આપી, બાળકો પર ગોળીઓ ચલાવી, તેમને જ ઈન્સાફની જવાબદારી સોંપી હતી. જેમણે ખુલીને જામીન આપ્યા, તેઓ એડવોકેટ જનરલ છે. 

— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021

વીડિયો સંદેશમાં સિદ્ધુએ કહ્યું કે હું ન તો હાઈકમાનને ગુમરાહ કરી શકું છું કે ન તો ગુમરાહ થવા દઈ શકું. પંજાબના લોકો માટે હું કોઈ પણ ચીજની કુરબાની આપીશ, પરંતુ મારા સિદ્ધાંતો પર લડીશ. દાગી નેતા, દાગી ઓફિસરોની વાપસી કરીને એ જ સિસ્ટમ ઊભી કરી શકાય નહીં. વીડિયોના અંતમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે સિદ્ધાંતો પર આંચ આવે તો ટકરાવવું જરૂરી છે, જીવતા હોવ તો જીવતા નજર આવા જરૂરી છે. 

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુએ હાલમાં જ પ્રદેશ અધ્યક્ષનું પદ છોડ્યું હતું. કહેવાય છે કે પંજાબ સરકારમાં કેટલાક મંત્રીઓની નિયુક્તિ, એડવોકેટ જનરલના પદને લઈને નવજોત સિંહ સિદ્ધુએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેમની વાત ન સાંભળી અને પોતાનો નિર્ણય જ લીધો. 

આ જ મુદ્દો આગળ વધ્યો અને સિદ્ધુએ પદ છોડ્યુ. જો કે કોંગ્રેસ હાઈ કમાન પણ આ મુદ્દે બેકફૂટ પર નથી આવતી. કહેવાય છે કે પંજાબમાં હવે કોંગ્રેસે પોતાના નવા પ્રદેશ અધ્યક્ષની શોધ શરૂ કરી  દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news