પંજાબમાં નકલી દારૂથી અત્યાર સુધી 80ના મોત, સીએમે 7 અધિકારીઓને કર્યાં સસ્પેન્ડ


નકલી દારૂ પીવાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. તેના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કાર્યવાહી કરતા 2 ડીએસપી અને 4 એસએચઓની સાથે 7 આકબરી અધિકારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. 

પંજાબમાં નકલી દારૂથી અત્યાર સુધી 80ના મોત, સીએમે 7 અધિકારીઓને કર્યાં સસ્પેન્ડ

ચંડીગઢઃ પંજાબમાં નકલી દારૂ પીવાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. તેના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કાર્યવાહી કરતા 2 ડીએસપી અને 4 એસએચઓની સાથે 7 આકબરી અધિકારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે સીએમે શરાબ કાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પંજાબ પોલીસે શનિવારે 100થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 17 લોકોની ધરપકડ કરી છે. 

પંજાબ પોલીસ પ્રમાણેવ નકલી દારૂ પીવાથી મોતના પહેલા પાંચ મામલા 29 જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામથી સામે આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે. જાણકારી પ્રમાણે નકલી દારૂ પીવાથી સૌથી વધુ મોત તરણતારણમાં થયા છે. અહીં મૃત્યુ પામનારની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે જિલ્લાના સદર અને શહર વિસ્તારમાં મોટાભાગના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ કે, ઘણા પીડિતોના પરિવાર પોતાના નિવેદન નોંધાવવા માટે આગળ આવી રહ્યાં નથી. એક પોલીસ અધિકારીએ કહ્યુ કે, મોટાભાગના પરિવાર આગળ આવી રહ્યાં નથી અને કોઈ કાર્યવાહી ઈચ્છતા નથી. તેમાંથી ઘણાના તો પોસ્ટમોર્ટમ પણ થઈ રહ્યાં નથી. 

પોલિટિકલ સ્ટાર અમર સિંહ અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના સંબંધોની 'અમર કહાની'

નકલી દારૂથી મોતની વાત પર મોટા ભાગના પરિવારની ના
ગુરદાસપુરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઇશ્ફાકે કહ્યુ કે, કેટલાક પરિવારોએ તે વાતને માનવાનો ઇનકાર કરી દીધો છે કે તેના પરિવારોના મોત દારૂ પીવાથી થયા છે. ડીસીએ કહ્યુ કે, જે લોકોના મોત થયા છે, તેમાંથી કેટલાક લોકો તે સ્વીકાર કરી રહ્યાં નથી કે તેના મોત નકલી દારૂને કારણે થયા છે. તેઓ કહી રહ્યાં છે કે તેના પરિવારના સભ્યોના હાર્ટ એટેકથી મોત થયા છે. 

મોતના પ્રથમ પાંચ મામલા 29 જુલાઈની રાતે આવ્યા
પંજાબ પોલીસના ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યુ હતુ કે, મોતના પ્રથમ પાંચ મામલા 29 જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામમાં સામે આવ્યા હતા. અધિકારીઓએ તરનતારન સિવાય અમૃતસરમાં 11 અને ગુરદાસપુરના બટાલામાં બુધવારની રાત્રે 11 લોકોના મોતના સમાચાર આપ્યા હતા. 

આપે માગ્યુ મુખ્યમંત્રીનું રાજીનામું
આમ આદમી પાર્ટીએ નકલી શરાદના મુદ્દે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરનું રાજીનામુ માગ્યુ છે. આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, મેજિસ્ટ્રેટ તપાસથી નહીં ચાલે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમન અરોડાએ કહ્યુ કે, પાર્ટી મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરે છે. તો શિરોમણી અકાલી દળે પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ડહાલના ન્યાયાધીશ તરફથી ન્યાયીક તપાસ કરાવવાની માગ કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news