કર્ણાટકના રાજ્યપાલનો નિર્ણય ખોટો, બીજેપીએ કરી 'છેતરપિંડી' : રાહુલ ગાંધી

રાહુલ ટ્વીટ કરીને પોતાની આ વાત વ્યક્ત કરી છે

કર્ણાટકના રાજ્યપાલનો નિર્ણય ખોટો, બીજેપીએ કરી 'છેતરપિંડી' : રાહુલ ગાંધી

બેંગ્લુરુ : સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાને 19 મેના દિવસે ફ્લોર ટેસ્ટ કરીને બહુમતિ સાબિત કરવાનો આદેશ અપાયા પછી રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આ ચુકાદો જ સાબિત કરે છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ગેરબંધારણીય રીતે કામ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ''સપ્રીમ કોર્ટના આદેશ પછી એ વાતની પુષ્ટિ થાય છે કે રાજ્યપાલે ગેરબંધારણીય રીતે કામ કર્યું છે. સંખ્યાબળ વગર સરકાર ગઠનના બીજેપીના દાવાને ન્યાયતંત્રએ ફગાવી દીધો છે.'' 

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કાયદાકીય રીતે અંકુશ મુકાયા બદ હવે બીજેપી સત્તા મેળવવા માટે ધન અને બળનો વપરાશ કરશે. આખરે કર્ણાટકના ગુંચવાયેલા કોકડા પર આજે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવતીકાલે એટલે કે શનિવારે ગૃહમાં યેદુરપ્પાએ બહુમતી સાબિત કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રી-પોલ એલાયન્સ અને પોસ્ટ-પોલ એલાયન્સ બન્ને અલગ છે. માટે તેનું પરીક્ષણ ગૃહમાં ટેસ્ટ કરવું પડશે. આ સાથે શનિવારે જ ફ્લોર ટેસ્ટ કરવા માટે સુપ્રીમે આદેશ આપી દીધો છે.

The BJP’s bluff that it will form the Govt., even without the numbers, has been called out by the court.

Stopped legally, they will now try money & muscle, to steal the mandate.

— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2018

સુપ્રીમના શનિવારે ફ્લોર ટેસ્ટના આદેશ બાદ બીજેપીના વકીલ મુકુલ રહોતગીએ કહ્યું કે શનિવારે ફ્લોર ટેસ્ટ ન થવો જોઈએ. બીજેપીના વકીલે ઓછામાં ઓછો સોમવાર સુધીનો સમય આપવા માટેની માંગ કરી. તેમણે કોર્ટમાં જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો રાજ્યની બહાર રખાયા છે. તેમને પણ મતદાન માટે આવવાનું છે માટે થોડો સમય આપવો જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય યથાવત રાખીને સોમવારે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટ કરવા માટે આદેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news