રાહુલ ગાંધીએ સંભાળી રાજસ્થાનની ચૂંટણી કમાન, કર્યું મોટું એલાન
પાર્ટીનું અનુશાસન તોડનારને ભવિષ્યમાં કોઈ મોટી જવાબદારી ન સોંપવાનો નિર્ણય
Trending Photos
નવી દિલ્હી : રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી માટે જામી રહેલા જુથવાદના સમાચાર વચ્ચે કોંગ્રેસ મહાસચિવ તેમજ રાજ્ય પ્રભારી અવિનાશ પાંડેએ મુખ્યપ્રધાન પદના ઉમેદવારોની અટકળો પર પુર્ણવિરામ મુકી દીધું છે. અવિનાશ પાંડેએ આ વિશે વાત કરતા કહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે અને મુખ્યમંત્રીની પસંદગી ચૂંટણી પછી કરવામાં આવશે. અવિનાશ પાંડેએ પૂર્વ કેન્દ્રિય મંત્રી લાલચંદ કટારિયાએ તાજેતરમાં કરેલા વિવાદાસ્પદ નિવેદન વિશે આડકતરો ઇશારો કરતા કહ્યું છે કે પક્ષમાં અનુશાસન તોડનારાઓને ભવિષ્યમાં કોઈ જવાબદારી સોંપવામાં નહીં આવે.
અવિનાશ પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ચૂંટણી પહેલં મુખ્યમંત્રી તરીકે કોઈ ઉમેદવારને પ્રમોટ નહીં કરવામાં આવે. રાજસ્થાનની આ ચૂંટણીનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે અને એમાં તમામ નેતાઓનું સામુહિક યોગદાર હશે. જનતા કોંગ્રેસને જીતાડવા માટે ઉત્સુક છે. આ સંજોગોમાં ચૂંટણી પછી જ મુખ્યમંત્રીની પસંદગી કરાશે.
હાલમાં એવા સમાચાર આવ્યા છે જેના કારણે સંકેત મળે છે કે અશોક ગહલોત, સચિન પાયલટ અને સી.પી. જોશી જેવા ત્રણ નેતાઓ મુખ્યમંત્રીના પદ માટે દાવેદારી રજૂ કરી રહ્યા છે. હાલમાં લાલચંદ કટારિયાએ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે અશોક ગહલોતની જાહેરમાં વકીલાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતો કોંગ્રેસ રાજસ્થાનમાં જીતેલી બાજી હારી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે