મુંબઈ: ઝૂપડપટ્ટીમા રહેતા યુવકે તનતોડ મહેનત કરી ISROમાં જોબ મેળવી, માતા લોકોના ત્યાં કરે ઘરકામ

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવત મુંબઈના (Mumbai) ચેમ્બુરમાં રહેતા રાહુલ ઘોડકે (Rahul Ghodke)એ સાબિત કરી દીધી.

Updated By: Nov 14, 2019, 07:14 PM IST
મુંબઈ: ઝૂપડપટ્ટીમા રહેતા યુવકે તનતોડ મહેનત કરી ISROમાં જોબ મેળવી, માતા લોકોના ત્યાં કરે ઘરકામ
તસવીર-સાભાર રાહુલ ઘોડકે ફેસબુક

મુંબઈ: સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવત મુંબઈના (Mumbai) ચેમ્બુરમાં રહેતા રાહુલ ઘોડકે (Rahul Ghodke)એ સાબિત કરી દીધી. જેણે ઝૂપડપટ્ટીમાંથી નીકળીને દેશની પ્રતિષ્ઠિત સ્પેસ એજન્સી ઈસરો પહોંચીને એક મિસાલ કાયમ કરી છે. અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરીને રાહુલે આ સિદ્ધિ મેળવી છે. પડકારોનો સામનો કરીને તેણે ઈસરોમાં ટેક્નિશિયનનું પદ મેળવ્યું છે. ખાસ વાત એ છે કે રાહુલ એક એવા આર્થિક ભીંસમાં રહેતા પરિવારમાંથી આવે છે કે જેમાં માતા લોકોના ઘરકામ કરીને પેટિયું રળે છે. માતાને આજે પુત્રની આ સિદ્ધિ પર ખુબ ગર્વ છે. 

Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે

રાહુલ મુંબઈના ચેમ્બુરના મરૌલી ચર્ચ સ્થિત આવેલી નાલંદા નગરની ઝૂપડપટ્ટીની 10x10ની રૂમમાં રહે છે અને ખુબ મુશ્કેલીઓમાં તેનું બાળપણ અને અત્યાર સુધીનું જીવન પસાર થયું છે. અનેક મુશ્કેલીઓ હોવા છતાં તેણે હિંમત ન હારી અને અભ્યાસ ચાલુ રાખ્યો. રાહુલ દસમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. આ દરમિયાન જ તેણે પિતાને ગુમાવ્યાં. 

પિતાના નિધનથી રાહુલ ખૂબ તૂટી ગયો અને પરિવારની બધી જવાબદારીઓ પણ તેના ઉપર આવી ગઈ. પિતા મજૂરી કરતા હતાં, જમા પૂંજીના નામ કશું હતું નહીં. તે વખતે રાહુલ લગ્નોમાં કેટરર્સના કામ કરીને ઘરનો ખર્ચો ઉઠાવતો હતો. માતા પણ બીજાના ઘરમાં ઝાડૂ પોતા, વાસણ અને કપડા ધોઈને ઘર ચલાવતી હતી. આમ છતાં પણ રાહુલે હિંમત ન હારીને અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. 

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ

જો કે જવાબદારીઓના  કારણે અભ્યાસમાં બહુ ધ્યાન ન આપી શકવાના કારણે રાહુલ 12માં ધોરણમાં ફેલ થઈ ગયો. તેણે ચેમ્બુર નજીક  ગોવંડીમાં આઈટીઆઈ કરીને ઈલેક્ટ્રોનિક કોર્સ કર્યો. અભ્યાસમાં આમ તો રાહુલ તેજસ્વી હતો એટલે આઈટીઆઈમાં ટોપ પર રહ્યો અને ફર્સ્ટ ક્લાસમાં કોર્સ પૂરો કર્યો. ત્યારબાદ તેને એલ એન્ડ ટીમાં નોકરી મળી ગઈ. આ સાથે જ તેણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં માટે એડમિશન લઈ લીધુ. 

જુઓ LIVE TV

હવે રામ અને અભ્યાસ બંને સાથે થવા લાગ્યું. અહીં પણ રાહુલ સારી રીતે સફળતા મેળવી શક્યો. ઈસરોમાં ડિપ્લોમા એન્જિનિયર માટે જ્યારે જગ્યા ખાલી પડી તો રાહુલે પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ કરી અને દેશભરમાં અનામત પરીક્ષાર્થીઓની શ્રેણીમાં ત્રીજાઅને ઓપનમાં 17માં સ્થાને તે આવ્યો તથા હવે છેલ્લા બે મહિનાથી રાહુલ ઈસરોમાં ટેક્નિશિયન પદે  કામ કરી રહ્યો છે. 

રાહુલના ઘરે જશ્નનો માહોલ છે. રાહુલની માતાને તેના પુત્ર પર ખુબ ગર્વ છે. પાડોશીઓ અને સગા સબંધીઓ પણ રાહુલ અને તેની માતાને આ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અસરો આજે દુનિયામાં સૌથી ભરોસાપાત્ર એજ્ન્સીઓમાં ગણાય છે. દુનિયાભરના લગભગ 32 દેશો ઈસરોના રોકેટથી પોતાના ઉપગ્રહો લોન્ચ કરે છે. 16 ફેબ્રુઆરી 1962ના રોજ ડો.વિક્રમ સારાભાઈ અને ડો.રામાનાથને ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) બનાવી. 1969માં સ્થપાયેલી ઈસરોએ તત્કાલિન ઈન્કોસ્પારનું અધિક્રમણ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube