IMD Alert: આ તારીખો છે અત્યંત ભારે! ગુજરાતના આ વિસ્તારો સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આ વર્ષે ચોમાસુ ખતમ થવાનું નામ જ નથી લેતું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જમીનથી ઉઠનારા સાઈક્લોને આફત વરસાવી. હજુ આ મુસીબત દૂર થઈ નથી. આગામી અઠવાડિયે આવા જ હવામાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ નવી મુસીબતનું નામ છે જમીનથી ઉદ્ભવનારું સાઈક્લોન.
Trending Photos
આ વર્ષે ચોમાસુ ખતમ થવાનું નામ જ નથી લેતું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જમીનથી ઉઠનારા સાઈક્લોને આફત વરસાવી. હજુ આ મુસીબત દૂર થઈ નથી. આગામી અઠવાડિયે આવા જ હવામાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ નવી મુસીબતનું નામ છે જમીનથી ઉદ્ભવનારું સાઈક્લોન. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભયાનક વરસાદ પડ્યો અને 33 લોકો માર્યા ગયા. આ અગાઉ ગુજરાતમાં ડિપ્રેશને કહેર મચાવ્યો અને વડોદરા તથા આજુબાજુના જિલ્લાઓમાં તબાહી મચાવી.
હવામાન વિભાગનું માનીએ તો જમીનથી બનનારું સાઈક્લોન અરબ સાગર અને જમીનની ગરમીના કારમએ પેદા થયેલા ભેજને ખેંચી લે છે. આ કારણે આંધ્ર પ્રદેશમાં 24 કલાકમાં ચોંકાવનારો 520 મિલી વરસાદ પડ્યો.ચોમાસામાં લો પ્રેશર સિસ્ટમ કે ઓછા દબાણનું ક્ષેત્ર બનવું એ સામાન્ય વાત છે. જેને મોનસુન લો કહે છે. જે બાદમાં તીવ્ર બનીને મોનસૂન ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. મોનસૂનમાં બનનારા આ લો પ્રેશર એરિયા અને ડિપ્રેશન લાંબા સમય સુધી રહે છે. લો પ્રેશર એરિયા ખુબ ધીમે ચાલે છે. તે ઓછા સમયમાં વધુ વરસાદ પાડે છે. પછી ભલે તે ગુજરાતનું ડિપ્રેશન હોય કે પછી આંધ્ર પ્રદેશનું કે તેલંગણાનું. આ બંને રાજ્યોમાં કુલ વિસ્તારોમાં તો 24 કલાકમાં 500 મિમી વરસાદ પડ્યો.
નવી મુસીબત
હવે આગામી મુસીબત 9 સપ્ટેમ્બરે આવવાની છે. પશ્ચિમ બંગાળના રસ્તે તે જમીન તરફ આવશે. જેના કારણે પૂર્વ અને મધ્ય ભારતીય રાજ્યોમાં 10 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ એક્દમ એવી જ ઈવેન્ટ છે જેવી ગુજરાત, આંધ્ર પ્રદેશઅને તેલંગણામાં સર્જાઈ હતી. હજુ પૂર્વ વિદર્ભ અને તેલંગણા ઉપર જે હવામાન સર્જાયું છે તે થોડા દિવસ સુધી પ્રભાવિત કરશે. તે ઉત્તર પશ્ચિમ તરફ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. પરંતુ ધીરે ધીરે તે નબળું પડી રહ્યું છે.
હવામાન વિભાગનું એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, અને પૂર્વ રાજસ્થાનમાં 6થી 8 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત તેલંગણા, આંધ્ર પ્રદેશ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં 8થી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતમાં છ અને સાત સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં છથી 9 સપ્ટેમ્બર, કોંકણ અને ગોવામાં સાતથી નવ સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં છ અને સાત સપ્ટેમ્બર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાતમાં છથી 8 સપ્ટેમ્બર, પૂર્વ મધ્ય પ્રદેશમાં છથી આઠ સપ્ટેમ્બર, 11 અને 12 સપ્ટેમ્બર, કોંકણ અને ગોવામાં 6-11 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે.
Rainfall Warning : 06th to 12th September 2024
वर्षा की चेतावनी : 06th से 12th सितंबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #rajasthan #gujarat #maharashtra #konkan #goa #AndhraPradesh #Telangana #odisha #assam #meghalaya #nagaland #manipur #mizoram #tripura #arunachalpradesh pic.twitter.com/zCbCb7uV0d
— India Meteorological Department (@Indiametdept) September 6, 2024
દક્ષિણ ભારત માટે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે કર્ણાટકના કાંઠા વિસ્તારો, કેરળ, માહે, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, યનમ, તેલંગણા, લક્ષદ્વીપમાં આ અઠવાડિયા સુધી વરસાદ રહી શકે છે. જેમાં આંધ્રના કાંઠા વિસ્તાર, યનમમાં 8 અને 9, તેલંગણામાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, માહે, આંધ્રના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં 6-10 સપ્ટેમ્બર, તેલંગણામાં 8-10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે.
આ ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, ત્રિપુરામાં 9-12 સપ્ટેમ્બર, ઓડિશામાં 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સાત દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. બિહારમાં છ અને સાત સપ્ટેમ્બર, ઓડિશા, ઝારખંડમાં 6-10 સપ્ટેમ્બર, ગંગીય પંશ્ચિમ બંગાળમાં 9-12 સપ્ટેમ્બર, અરુણાચલ પ્રદેશમાં 10-12 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડશે.
ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીતે તો પૂર્વ રાજસ્થાનમાં છ અને સાત સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છ સપ્ટેમ્બર ઉત્તરાખંડમાં છ અને સાત સપ્ટેમ્બર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં છ, નવ અને 10 સપ્ટેમ્બરના રોજ, સાઉથવેસ્ટ રાજસ્થાનમાં સાત સપ્ટેમ્બર, પૂર્વ રાજસ્થાનમાં 6-8 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે