જાતીનો ઉલ્લેખ કરી સીપી જોશીએ મોદી-ઉમા પર કર્યો પ્રહાર, કહ્યું બ્રાહ્મણોને ધર્મનું જ્ઞાન

સીપી જોશી યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પરિવહન સહિત મહત્વનાં મંત્રાલયો સંભાળી ચુક્યા છે

જાતીનો ઉલ્લેખ કરી સીપી જોશીએ મોદી-ઉમા પર કર્યો પ્રહાર, કહ્યું બ્રાહ્મણોને ધર્મનું જ્ઞાન

જયપુર : રાજસ્થાનમાં એક ચૂંટણી રેલી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સીપી જોશીએ વિવાદિત નિવેદન આપ્યું છે. પોતાનાં વિધાનસભા ક્ષેત્ર નાથદ્વારા માં એક સભા દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉમા ભારતીની જાતી અને ધર્મ પર સવાલ ઉઠાવતા બંન્ને પર નિશાન સાધ્યું હતું. 

સીપી જોશીએ સભા દરમિયાન કહ્યું, ઉમા ભારતીજીની જાતિ ખબર છે કોઇને ? ઋતુંભરાની જાતી કોઇને ખબર છે કે ? આ દેશમાં ધર્મ અંગે કોઇ જાણે તો તે માત્ર પંડિત છે. વિચિત્ર દેશ થઇ ચુક્યો છે. આ દેશમાં ઉમા ભારતી લોધી સમાજના છે, તેઓ હિંદુ ધર્મની વાત કરી રહ્યા છે. સાધ્વીજી કયા ધર્મના છે ? તેઓ હિંદુ ધર્મની વાત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીજી કયા ધર્મના છે, હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે. 50 વર્ષમાં તેમની અકલ બહાર નિકળી ગયા. 

અગાઉ સીપી જોશીએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવશે. કોંગ્રેસ નેતાએ મંદિરના મુદ્દે ભાજપનાં લોકોને ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોશીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી પોતાનાં સંપુર્ણ કાર્યકાળ દરમિયાન અને વર્તમાન વડાપ્રધાન મોદી છેલ્લા ચાર વર્ષ દરમિયાન આ મુદ્દે કંઇ પણ કરી શક્યા નથી. આ સાથે જ તેમણે અધ્યાદેશ દ્વારા મંદિર નિર્માણની શક્યતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સીપી જોશી યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પરિવહન સહિત મહત્વના મંત્રાલય સંભાળી ચુક્યા છે. તેમણે રાહુલ ગાંધીના નજીકનાં માનવામાં આવે છે. 2008ની વિધાનસભા ચૂંટણીમાં જોશી નાથદ્વારા સીટથી માત્ર 1 મતથી હાર્યા હતા. આ હારને તેમની પાસેથી મુખ્યમંત્રી પદની કુરશી છિનવા તરીકે જોવામાં આવે છે. રાજસ્થાન 200 વિધાનસભા સીટો પર 7 સપ્ટેમ્બરે મતદાન થશે, બીજી તરફ મતદાનની ગણત્રી 11 ડિસેમ્બરે કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news