VIDEO: રાજસ્થાનમાં બેલેટ બોક્સ રસ્તા પર પડેલું જોવા મળ્યું, 2 અધિકારીઓ તાબડતોબ સસ્પેન્ડ

રાજસ્થાનના બારા જિલ્લાના કિશનગંજના શાહબાદ વિસ્તારમાં શુક્રવારે રાતે બેલેટ બોક્સ રસ્તા પર પડેલુ જોતા હાહાકાર મચી ગયો.

VIDEO: રાજસ્થાનમાં બેલેટ બોક્સ રસ્તા પર પડેલું જોવા મળ્યું, 2 અધિકારીઓ તાબડતોબ સસ્પેન્ડ

કિશનગંજ: રાજસ્થાનના બારા જિલ્લાના કિશનગંજના શાહબાદ વિસ્તારમાં શુક્રવારે રાતે બેલેટ બોક્સ રસ્તા પર પડેલુ જોતા હાહાકાર મચી ગયો. રાજસ્થાનમાં શુક્રવારે પ્રદેશની 199 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ રાતના સમયે કિશનગંજના શાહબાદ વિસ્તારમાં બેલેટ બોક્સ રોડ પર મળી આવવાની ઘટનાના પગલે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 

અત્રે જણાવવાનું કે આ અંગેનો એક વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર પણ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક અધિકારીઓ બેલેટ બોક્સની તપાસ કરતા જોવા મળી રહ્યાં છે. નોંધનીય છે કે પ્રદેશભરમાં 7 ડિસેમ્બરના રોજ 199 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ માટે 52000 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યાં હતાં. દરેક વિધાનસભા વિસ્તારમાં એક મહિલા બૂથ પણ હતું. 2 લાખથી વધુ ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ થયો હતો. 

— ANI (@ANI) December 8, 2018

આ વખતે ચૂંટણીના મેદાનમાં 2274 ઉમેદવારો હતાં. જેમાંતી 189 મહિલા ઉમેદવાર છે. ચૂંટણીમાં લગભગ 2,76,000 મતદારો નોંધાયેલા છે. બે ત્રણ નાની ઘટનાઓને બાદ કરતા પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું. ચૂંટણી પંચે કહ્યું કે 74.02 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જે ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલા 75.23 ટકા મતદાનથી થોડું ઓછું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news