શું આ દિગ્ગજ યુવા નેતાના હાથમાં જશે રાજસ્થાનની કમાન? ગેહલોતના નીકટના મંત્રીએ આપ્યો મોટો સંકેત
ગુઢા એ છ ધારાસભ્યોમાં સામેલ છે જેમણે બસપા છોડીને કોંગ્રેસની સદસ્યતા લીધી હતી. તેઓ ગહેલોના નીકટના મનાય છે. જો કે ગુઢાએ હાલની રાજકીય પરિસ્થિતિઓમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતા સંકેત આપ્યો કે તેઓ કોઈ ચહેરા સાથે નથી. રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે કોંગ્રેસના અમારા નેતા...સોનિયાજી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે પણ નિર્ણય લેશે તેને અમે બધા સ્વીકારીશું. અને તેમાં કિન્તુ-પરંતુની કોઈ વાત નથી..
Trending Photos
રાજસ્થાનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુઢાએ ગુરુવારે સંકેત આપ્યો કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અને તેમના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની સ્થિતિમાં જો સચિન પાઈલટને પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ અને અન્ય પાંચ ધારાસભ્યો તેનો વિરોધ કરશે નહીં. ગુઢા એ છ ધારાસભ્યોમાં સામેલ છે જેમણે બસપા છોડીને કોંગ્રેસની સદસ્યતા લીધી હતી. તેઓ ગહેલોના નીકટના મનાય છે. જો કે ગુઢાએ હાલની રાજકીય પરિસ્થિતિઓમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતા સંકેત આપ્યો કે તેઓ કોઈ ચહેરા સાથે નથી.
રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે કોંગ્રેસના અમારા નેતા...સોનિયાજી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે પણ નિર્ણય લેશે તેને અમે બધા સ્વીકારીશું. અને તેમાં કિન્તુ-પરંતુની કોઈ વાત નથી..ગુઢાએ જયપુરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે 'અમે બધા છ ધારાસભ્યો આજે કોંગ્રેસી છીએ..કોંગ્રેસના સભ્ય છીએ અને વિધાનસભામાં પણ કોંગ્રેસના સભ્ય છીએ. સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી જે પણ નિર્ણય લેશે અમે તે નિર્ણયનું સ્વાગત કરીશું.'
અત્રે જણાવવાનું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોતની ચૂંટણી લડવાની શક્યતા આ નિવેદન આવ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે જો પાર્ટી હાઈકમાન સચિન પાઈલટને મુખ્યમંત્રી બનાવે તો તેમના વિરોધીઓ તેનો વિરોધ કરશે નહીં. અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ મુજબ અશોક ગેહલોતની ઈચ્છા છે કે સીપી જોશી તેમના ઉત્તરાધિકારી બને. જ્યારે સચિન પાઈલટના નીકટના ધારાસભ્યોની માંગણી છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ પાઈલટને જ આ જવાબદારી સોંપવામાં આવે.
આજે મહત્વની બેઠક
આ બાજુ કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે કેરળના ત્રિશુર સુધી પહોંચી ચૂકી છે. આ યાત્રામાં આજે આરામનો દિવસ છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધી દિલ્હી આવ્યા છે અને સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી આજે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક કરશે. બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ સામેલ થશે. એવું કહેવાય છે કે રાહુલ ગાંધી અને અશોક ગેહલોત એક જ ચાર્ટર પ્લેનથી દિલ્હી આવ્યા છે.
નવા મુખ્યમંત્રી પર લાગી શકે છે મહોર
રાહુલ ગાંધીની સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી તથા અશોક ગેહલોત સાથે થનારી બેઠકમાં એ વાત પર ચર્ચા થશે કે રાજસ્થાનની કમાન કોને સોંપવામાં આવે. કારણ કે અશોક ગેહલોત કોંગ્રેસના આગામી અધ્યક્ષની રેસમાં હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી નામ પર મહોર લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે