હિસાર: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ પ્રોજેક્ટ્સનો કર્યો શુભારંભ કહ્યું-'અમે વિકાસ માટે પ્રયત્નશીલ'
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા બીજા દિવસે રવિવારે પણ હિસારના પ્રવાસે છે. અહીં આયોજિત ગ્રામ ઉત્સવ કાર્યક્રમમાં તેઓ સામેલ થયાં. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અહીં વિકાસ માટે પ્રયત્નશીલ છીએ.
Trending Photos
હિસાર: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા બીજા દિવસે રવિવારે પણ હિસારના પ્રવાસે છે. અહીં આયોજિત ગ્રામ ઉત્સવ કાર્યક્રમમાં તેઓ સામેલ થયાં. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અહીં વિકાસ માટે પ્રયત્નશીલ છીએ. રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ રવિવારે આદમપુર વિસ્તારમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો. ત્યારબાદ તેઓ આદમપુરના કપાસ બજારમાં થઈ રહેલા ગ્રામ ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યાં. અહીં પહોંચ્યા બાદ સૌથી પહેલા તેમણે આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું. આ કંપની ખેડૂતોના ઉત્થાન માટે બનાવવામાં આવેલી છે.
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું કે આદમપુર બજારમાં આવનારા ગરીબોની ત્યાં હાજર લોકો મદદ કરે. તેમણે કહ્યું કે બજાર કે ગામ તરફથી તેમને દવાઓ અને શાકભાજી ફળ આપવામાં આવે. તેનાથી તેઓ ત્યાં આવવા માંડશે અને દુઆઓ આપશે. રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ આ દરમિયાન કહ્યું કે મેં પહેલા કહ્યું હતું કે હું સારથી બનીને તમારો સાથ આપીશ. પરંતુ કામ તમારે કરવું પડશે. અને બધાએ હળી મળીને કામ કર્યું છે. ગામના લોકોએ પણ કામ કર્યું ને આદમપુર બજારની પંચાયતે પણ કામ કર્યું. આ કારણે જ અઢી વર્ષમાં લગભગ 35-40 કરોડ રૂપિયાના વિકાસ કાર્ય શક્ય બની શક્યાં.
તેમણે કહ્યું કે અમે અહીં વધુ વિકાસ કાર્ય કરવા માટે પ્રયત્નશીલ છીએ. ગામડાઓમાં 35 કરોડ રૂપિયાના ખર્ચે સીવર લાઈનનું કામ કરાવવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. રાજ્યસભા સાંસદે કહ્યું કે અમે અહીં વિકાસ કાર્યો માટે પ્રયત્નશીલ છીએ જેથી કરીને બધાને સારું પાણી મળે, સારું શિક્ષણ મળે, ખેલમાં સારી તકો મળે અને ખેડૂતોની આવક વધે.
જુઓ LIVE TV
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ જાણકારી આપી કે અહીં 11 ખેલ નર્સરી આવી, જેમાંથી 6 ખેલ નર્સરીની શરૂઆત 1 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. તેનાથી 150 બાળકોને સીધો ફાયદો થશે. તેમાં દરેક બાળકને 2000 રૂપિયા પ્રતિ માસ સ્કોલરશીપ તરીકે મળશે.
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ આદમપુર એરિયાના 6 ગામને વિકાસ માટે દત્તક લીધા છે. ગ્રામ ઉત્સવ કાર્યક્રમમાં સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન હેઠળ કામ કરી રહેલા સબકા ડેવલપમેન્ટ એસોસિએશન, આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલા ખેડૂતો અને દત્તક લેવાયેલા છ ગામની પંચાયત તથા સામાજિક સંસ્થાઓ ભાગ લઈ રહેલા છે. ખેડૂતો અને આ એરિયા સંલગ્ન વિકાસને લઈને ડો. સુભાષ ચંદ્રાએ રવિવારે મંચથી પોતાના વિચાર શેર કર્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે