Ayodhya Ram Temple: રામલલાના ભવ્ય મંદિરના નિર્માણ માટે સમય મર્યાદા નિર્ધારિત, વર્ષ 2023ની સમાપ્તિ પહેલા થશે દર્શન
અયોધ્યામાં ચાલી બે દિવસીય બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ જાણકારી મીડિયાને આપી છે.
Trending Photos
અયોધ્યાઃ રામભક્તો માટે ખુશખબર છે. શ્રદ્ધાળુઓ 2023 સમાપ્ત થયા પહેલા ભવ્ય મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ લક્ષ્યને પૂરો કરવા માટે નિર્માણની સમયબદ્ધ કાર્ય યોજના બનાવી છે. આ યોજનાની બ્લૂપ્રિન્ટ ટ્રસ્ટની રામનગરી અયોધ્યાના સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં તૈયાર કરવામાં આવી છે. નક્કી યોજના અનુસાર મંદિર નિર્માણનું કાર્ય 2023 સુધી અને સંપૂર્ણ પરિવરનો વિકાસ 2025 સુધી પૂરો કરી લેવામાં આવશે.
અયોધ્યામાં ચાલી બે દિવસીય બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ જાણકારી મીડિયાને આપી છે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર સહિત સંપૂર્ણ 70 એકર પરિસરને ઇકો ફ્રેન્ડલી હશે. પરિસરનું વેસ્ટ પાણી રામનગરી માટે સમસ્યા ન બને, તે માટે સીવર ટ્રીટમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે. કેમ્પસમાં વધુને વધુ વૃક્ષોનું રક્ષણ પણ કરવામાં આવશે, જેથી ઓક્સિજનનું સ્તર અને તાપમાન યોગ્ય રીતે જળવાય રહે. આ દરમિયાન, બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થર અને અન્ય સામગ્રીઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ચંપતરાયે જણાવ્યુ કે પરકોટાના નિર્માણમાં જોધપુરના ચાર લાખ ધનફુટ, પ્લિંથના નિર્માણમાં ગ્રેનાઇડ તથા મિર્ઝાપુરના ચાર લાખ ઘન ફુટ તથા મંદિર નિર્માણમાં બંસી પહાડપુરના ત્રણ લાખ 60 હજાર ઘન ફુટ પથ્થર વપરાશે. પાણીના આક્રમણથી મંદિરના બચાવ માટે ઉત્તર, દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં રિટેનિંગ વાલ બનાવવામાં આવશે. રિટેનિંગ વાલની ઉંડાઈ 12 મીટર હશે.
વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓની સુવિધા માટે બે લિફ્ટ લગાવવામાં આવશે. નિર્માણની પ્રક્રિયામાં સીમેન્ટના ઓછા ઉપયોગ પર પણ બેઠકમાં ચર્ચા થઈ અને સીમેન્ટની જગ્યાએ ફ્લાઈ એશના ઉપયોગની યોજના બનાવવામાં આવી છે. તેમાં ઈંટના ઓછામાં ઓછા ઉપયોગની યોજના પર પણ વિચાર કરવામાં આવ્યો અને ઇંચની જગ્યાએ પથ્થરનો સત્તાવાર ઉપયોગ કરવાની સહમતિ આપવામાં આવી છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપતરાય, સભ્ય ડો. અનિલ મિશ્ર, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટના સભ્ય તથા અયોધ્યા રાજ પરિવારના મુખિયા બિમલેન્દ્ર મોહન મિશ્ર, મંદિરના આર્કીટેક્ટ આશીષ સોમપુરા સહિત નિર્માણની જવાબદાર સંસ્થા એલએન્ડટી તથા ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સના પ્રતિનિધિ સામેલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે