Mayawati પર આપત્તિજનક કમેન્ટ કરીને વિવાદમાં ફસાયો Randeep Hooda, ટ્વિટર પર ધરપકડની માંગ ઉઠી

બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલ વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ હવે રણદીપ હૂડ્ડા (Randeep hooda) પણ વિવાદમાં ઘેરાયો છે. 

Mayawati પર આપત્તિજનક કમેન્ટ કરીને વિવાદમાં ફસાયો Randeep Hooda, ટ્વિટર પર ધરપકડની માંગ ઉઠી

નવી દિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલ વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ હવે રણદીપ હૂડ્ડા (Randeep hooda) પણ વિવાદમાં ઘેરાયો છે. આ અભિનેત્રીઓની જેમ જ રણદીપ હૂડ્ડાએ પણ જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો, અને તે પણ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતી (Mayawati) પર. શુક્રવાર સવારથી અરેસ્ટ રણદીપ હૂડ્ડા અને માયાવતી ટ્રેન્ડ કરી રહ્યા છે. 

ધરપકડની માગણી થવા લાગી
સોશિયલ મીડિયા પર રણદીપ હૂડ્ડાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીની મજાક ઉડાવી રહ્યો છે. હવે આવામાં ટ્વિટર પર અરેસ્ટ રણદીપ હૂડ્ડા ટ્રેન્ડ થઈ રહ્યો છે. બસપા અને માયાવતી સમર્થકો સતત અભિનેતાની ધરપકડની માગણી કરી રહ્યા છે. 

— Dinesh Farmer (@DineshKaushik_) May 28, 2021

उनकी बातों से उनकी निहायत घटिया सोच और नजरिए का पता चलता है #ArresteRandeepHooda

— Mahesh Malviya (@MaheshM59911571) May 28, 2021

કોઈ સ્પષ્ટતા નથી આવી
સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે રણદીપ હૂડ્ડા (Randeep hooda) નું નિવેદન માત્ર માયાવતી (Mayawati) અને દલિત વિરોધી નહીં પરંતુ મહિલા વિરોધી પણ છે. આ સમગ્ર મામલે હજુ સુધી રણદીપ હૂડ્ડા તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે રણદીપ હૂડ્ડા તેના પર શું સ્પષ્ટતા કરે છે. 

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યો
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હૂડ્ડા છેલ્લે સલમાન ખાનની રાધેમાં જોવા મળ્યો હતો. રણદીપ હૂડ્ડાના અભિનયના ખુબ વખાણ પણ થયા. તે ફિલ્મમાં એક ડ્રગ ડિલરના રોલમાં જોવા મળ્યો હતો. જેનું નામ રાણા હોય છે. રણદીપ ઉપરાંત સલમાન ખાન, ગૌતમ ગુલાટી, દિશા પટની અને જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news