અટલજીએ કહ્યું હતુંકે, સાવરકર એક વ્યક્તિ નહીં વિચાર છે, જાણો સાવરકરના 'વીર' બનવાની કહાની

Veer Savarkar Birth Anniversary: પૂર્વ પ્રધાનમંત્રી અટલજીએ તેમના એક ભાષણમાં વીર વિનાયક દામોદર સાવરકરને કાંઈક આવી રીતે પરિભાષિત કર્યા હતા, 'સાવરકર એક વ્યક્તિ જ નહીં, વિચાર છે. તેઓ એક ચિંગારી નથી, અંગાર છે. તેઓ સીમિત નથી વિસ્તાર છે.'

અટલજીએ કહ્યું હતુંકે, સાવરકર એક વ્યક્તિ નહીં વિચાર છે, જાણો સાવરકરના 'વીર' બનવાની કહાની

 

નવી દિલ્લી: વીર સાવરકરના નામે જાણીતા વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક ગામ ભાગુરમાં થયો હતો. સાવરકર રાષ્ટ્રવાદના સૌથી મોટા નાયક તરીકે જાણીતા છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પ્રથમ હરોળના સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેમને સ્વાતંત્ર્યવીર, વીર સાવરકરના નામથી ઓળખવામાં આવે છે. 

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલજીએ તેમના એક ભાષણમાં વીર વિનાયક દામોદર સાવરકરને કાંઈક આવી રીતે પરિભાષિત કર્યા હતા, 'સાવરકર એક વ્યક્તિ જ નહીં, વિચાર છે. તેઓ એક ચિંગારી નથી, અંગાર છે. તેઓ સીમિત નથી વિસ્તાર છે.'

હિંદ સ્વરાજની બન્યા પ્રેરણા:
સાવરકરના જીવનને ટૂંકમાં કહીએ તો સાવરકરે પુણેની ફર્ગ્યુસન કોલેજથી બીએ કર્યું હતું. 1906માં બેરિસ્ટર બનવા માટે લંડન ગયા. જે બાદ 1909માં લંડનમાં ગાંધી અને સાવરકર વચ્ચે એક મુલાકાત થઈ. બાદમાં તે હિંદ સ્વરાજ પુસ્તક લખવાનું કારણ બન્યું.

ગાંધી અને સાવરકરની મુલાકાતઃ
ગાંધીજીએ આ મુલાકાત વિશે ખુદ લખ્યું છે કે, લંડનમાં હું અનેક ક્રાંતિકારીઓને મળ્યો. જેમાંથી મને બે ભાઈઓના વિચારોએ ખૂબ પ્રભાવિત કર્યા. ગાંધીજીની આ ટિપ્પણી બેશક સાવરકર બંધુઓ માટે જ હતી.

આધુનિક ભારતના નિર્માતા:
પ્રખ્યાત બ્રિટિશ-ભારતીય અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ લખે છે કે જ્યારે નહેરુ આઝાદ ભારતના પ્રધાનમંત્રી બન્યા, તો તે તેમના માટે આસાન નહોતું. વિશ્વની બરાબર ભારતને ઉભું રાખવાનો પડકાર હતો. આઝાદી બાદ નહેરુએ સાવરકરે બતાવેલો રસ્તો અપનાવ્યો અને આધુનિક ભારતનું નિર્માણ કર્યું. અનેકવાર દેશમાં સાવરકરને લઈ અનેક સવાલ ઉઠતા રહે છે. પરંતુ આધુનિક ભારતના નિર્માણમાં તેમના દ્રષ્ટિકોણ અને અને યોગદાનને ભૂલી શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news