Red Fort Violence: Deep Sidhu અને Lakha Sidhana વિરુદ્ધ કેસ દાખલ, દર્શનપાલને પણ ફટકારી નોટિસ

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાના અને પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. 

Red Fort Violence: Deep Sidhu અને Lakha Sidhana વિરુદ્ધ કેસ દાખલ, દર્શનપાલને પણ ફટકારી નોટિસ

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાના અને પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. 

સદાના-સિદ્ધુ પર હિંસા ભડકાવવાનો આરોપ
26 જાન્યુઆરી ( Republic Day 2021 )  ના રોજ ITO અને લાલ કિલ્લામાં થયેલી હિંસા મામલે દીપ સિદ્ધુ (Deep Sidhu) અને લખા સિધાના (Lakha Sidhana) ની સૌથી મહત્વની ભૂમિકા છે. ખેડૂત આંદોલન (Farmers Protest) દરમિયાન આ બંને ખુબ એક્ટિવ હતા. જો કે બાદમાં ખેડૂતોના કેટલાક સંગઠનોએ દીપ સિદ્ધુને પ્રદર્શનથી હટાવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને ખેડૂત પ્રદર્શનમાંથી કેટલાક દિવસ માટે ગાયબ થયા હતા. 

લખા સદાના પર પંજાબમાં 26 કેસ દાખલ
રિપોર્ટ મુજબ લખા સિધાના ( Lakha Sidhana )એ સિંઘુ બોર્ડર પર રેડ લાઈટ પર બેઠેલા ખેડૂતો વચ્ચે ભડકાઉ ભાષણ આપ્યું હતું અને હિંસા માટે ઉક્સાવ્યા હતા. લખા સદાના સામે પંજાબમાં પહેલેથી 26 કેસ દાખલ છે. 

શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ દેશદ્રોહનો મામલો
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શીખ ફોર જસ્ટિસ સંગઠન વિરુદ્ધ UAPA અને દેશદ્રોહની કલમોમાં FIR દાખલ કરી છે. અત્રે જણાવવાનું કે ભારત સરકાર શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. ખેડૂત આંદોલન દરમિયાન શીખ ફોર જસ્ટિસે લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો ફરકાવવાની જાહેરાત કરી હતી અને ઝંડો ફરકાવનારાને ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. 

દિલ્હી પોલીસે દર્શનપાલ સિંહને મોકલી નોટીસ
હિંસા મુદ્દે દિલ્હી (Delhi) પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ તરફથી ખેડૂત નેતા દર્શનપાલ સિંહને નોટિસ મોકલવામાં આવી છે અને જવાબ માટે 3 દિવસનો સમય અપાયો છે. નોટીસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે ટ્રેક્ટર પરેડ અંગે દિલ્હી પોલીસ સાથે જ નક્કી થયું હતું, તમે તે નિયમોનો ભંગ કર્યો છે. તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે?

પોલીસે 19 આરોપીઓની કરી ધરપકડ
દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડ વિસ્તારમાં થયેલી હિંસા મામલે અત્યાર સુધીમાં 25થી વધુ કેસ દાખલ કર્યા છે. જ્યારે 19 લોકોની ધરપકડ કરી છે. હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક તો ICUમાં છે. પોલીસ કમિશનરે સ્પષ્ટપણે કહ્યું છે કે હિંસામાં જે પણ દોષિત જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી  કરાશે. કોઈ ખેડૂત નેતા જો દોષિત ઠર્યા તો તેમની સામે પણ કાર્યવાહી થશે. 

લાલ કિલ્લમાં ફરકાવ્યો ધાર્મિક ઝંડો
અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસે આંદોલનકારી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી સંખ્યામાં બેરિકેડ તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તેમણે ત્યાં ધાર્મિક ઝંડો ફરકાવ્યો. અહીં 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘૂસેલા પ્રદર્શનકારીઓએ ખુબ ઉત્પાત મચાવ્યો અને ટિકિટ કાઉન્ટર ઉપરાંત અનેક સ્થળોએ તોડફોડ કરી. પોલીસે રાતે લગભગ સાડા 10 વાગ્યા સુધીમાં લાલ કિલ્લો પ્રદર્શનકારીઓથી મુક્ત કરાવ્યો અને ધાર્મિક ઝંડો પણ હટાવ્યો. હજારો પ્રદર્શનકારીઓ અનેક સ્થળો પર પોલીસ સાથે ભીડી ગયા જેનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news