Remdesivir Injection ની કિંમત થઈ ઓછી, આગામી 15 દિવસોમાં બમણું થશે દવાનું પ્રોડક્શન


કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને સરકારની અપીલને કારણે 7 દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત (Remedisvir price)ઓછી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે જરૂરિયાતમંદ લોકો સુધી આ
દવા પહોંચાડવામાં સરળતા રહે.

Remdesivir Injection ની કિંમત થઈ ઓછી, આગામી 15 દિવસોમાં બમણું થશે દવાનું પ્રોડક્શન

નવી દિલ્લીઃ કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને સરકારની અપીલને કારણે 7 દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત (Remedisvir price)ઓછી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે રેમડેસિવિરનું ઉત્પાદન 15 દિવસોમાં બમણું કરવાના પણ નિર્દેશ આપ્યાં છે. અંદાજે 3 લાખ કરતા વધારે દવાની શીશીઓ પ્રતિદિન બનાવવાની યોજના છે. જેથી વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી આ દવા પહોંચી શકે.

રેમડેસિવિરની કિંમત ઓછી કરાઈ
કૈમિકલ્સ એન્ટ ફર્ટિલાઈઝર્સ સ્ટેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ કહ્યુંકે, રેમડેસિવિરનું ઉત્પાદન વધારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેની કિંમત પણ ઓછી કરવાનો પ્રયાસ કરાયો છે. હાલમાં રોજની દોઢ લાખ દવાની શીશીઓનું ઉત્પાદન થાય છે. સરકારે આ ઉત્પાદન વધારીને રોજનું 3 લાખ સુધી કરવાનો નિર્દેશ આપ્યો છે.

20 પ્લાંટ્સને મંજૂરી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુંકે, એંટીવાયરલ દવાઓના ઉત્પાદન માટે 20 નવા પ્લાંટ્સ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. દવા કંપનીઓએ આ દવાની રિલેટ પ્રાઈઝમાં પણ ઘટાડો કર્યો છે. 

7 દવા કંપનીઓએ કર્યો કિંમતમાં ઘટાડો
રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધતા સરકારે તેનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ કર્યો છે. સાથો-સાથ 7 દવા કંપનીઓએ આ ઈન્જેક્શનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છેકે, સરકારે ગત સપ્તાહે આ કંપનીઓ સાથે બેઠક કરીને તેની કિંમતમાં ઘટાડો કરવા અપીલ કરી હતી.

કોરોનાના ઈલાજમાં મદદરૂપ થાય છે રેમડેસિવિર
કોરોનાની બીજી લહેરમાં વાયરસનો સ્ટ્રેઈન બદલાયો છે. અને હવે કોરોના વાયરસ પહેલાં કરતા વધુ ઘાતક બની ગયો છે. આ સ્થિતિમાં મોટાભાગના દર્દીને તેના સંક્રમણની સાથો જ શ્વાસ લેવાની તકલીફ ઉભી થાય છે. એવામાં તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ પણ ઘટી જાય છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શન કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ થાય છે. હાલ 7 અલગ-અલગ કંપનીઓ આ દવાનું ઉત્પાદન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news