મુલાયમના PM મોદી વિશેના નિવેદનથી રાજકીય ભૂકંપ, રાબડીદેવીએ આપ્યું આઘાતજનક નિવેદન 

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભા સમાપન ભાષણ દરમિયાન પીએમ મોદીના ખુબ વખાણ કર્યાં. એટલું જ નહીં પીએમ મોદી દેશના ફરીથી વડાપ્રધાન બને તેવી શુભેચ્છાઓ પણ આપી.

મુલાયમના PM મોદી વિશેના નિવેદનથી રાજકીય ભૂકંપ, રાબડીદેવીએ આપ્યું આઘાતજનક નિવેદન 

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભા સમાપન ભાષણ દરમિયાન પીએમ મોદીના ખુબ વખાણ કર્યાં. એટલું જ નહીં પીએમ મોદી દેશના ફરીથી વડાપ્રધાન બને તેવી શુભેચ્છાઓ પણ આપી. મુલાયમ સિંહના આ નિવેદનથી તો જાણે આખા દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો. યુપીની સાથે સાથે બિહારમાં પણ આ નિવેદન પર પ્રક્રિયા આવવા લાગી. આ બાજુ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને મુલાયમ સિંહના સંબંધી રાબડી દેવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

રાબડી દેવીએ કહ્યું કે મુલાયમ સિંહની હવે ઉંમર થઈ ગઈ છે. તેમને કશું યાદ રહેતુ નથી. આ જ કારણે તેઓ ક્યારે શું બોલી નાખે તે કહી શકાય નહીં. રાબડી દેવીએ કહ્યું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે એટલે તેમના બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. અત્રે જણાવવાનું કે રાબડી દેવી અને મુલાયમ સિંહના પરસ્પર પણ સંબંધ છે. તેઓ વેવાઈ થાય છે. તેમની પુત્રીના લગ્ન મુલાયમ સિંહના ભત્રીજા સાથે થયા છે. 

જો કે બિહારના સત્તાપક્ષના નેતાઓએ મુલાયમ સિંહના નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું કે આટલા મોટા નેતાએ નિવેદન આપ્યું છે, તો વિપક્ષે કઈં શીખવું જોઈએ. તેમને પણ ખબર છે કે પીએમ મોદીને હરાવનાર કોઈ નથી. દેશમાં ફક્ત નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવાને લાયક છે. 

— ANI (@ANI) February 14, 2019

અત્રે જણાવવાનું કે મુલાયમ સિંહ યાદવે લોકસભા સમાપનના અવસરે ભાષણ દરમિયાન પીએમ મોદીના ખુબ વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા યોગ્ય કામ કર્યું. તેમણે હંમેશા અમારી મદદ કરી છે. અમે બધા ઈચ્છીએ છીએ કે તેઓ ફરીથી વડાપ્રધાન બને. આ સાથે જ તેમણે કહ્યું હતું કે મારી કામના છે કે તમામ લોકસભા સભ્યો ફરીથી ચૂંટાઈને આવે. 

મુલાયમ સિંહે આ સાથે જ કહ્યું કે મોદીજીએ બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી. આ સાંભળતા જ પીએમ મોદીએ હાથ જોડીને સપા નેતાનું અભિવાદન કર્યું હતું. આ રસપ્રદ પ્રસંગ સર્જાયો ત્યારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુલાયમ સિંહની બાજુમાં જ બેઠા હતાં. તેઓ પણ મરક મરક હસતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news