બાબરે હિન્દુઓ કે મુસલમાનો કોઈને છોડ્યા નહતાં: RSS પ્રમુખ મોહન ભાગવત
બાબરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણો સમાજ ભારતની અવધારણાથી સહજ ભાવથી ઉપજેલા સ્વની ભાવનાના સત્યને જ્યારે ભૂલી ગયો અને સ્વાર્થ પ્રબળ થઈ ગયો તો આપણે અત્યાચારનો શિકાર થઈ ગયાં. સમાજની પોતાની ખામીઓ હતી. શાસકોએ તો કોઈને પણ છોડ્યા નથી. બાબરે ન તો હિંદુને છોડ્યા, ન મુસ્લિમોને.
Trending Photos
નાગપુર: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમી સમારોહમાં ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝનો ઉલ્લેખ કરતા ભારતીય સેનાને વધુ મજબુત બનાવવાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે એસસી-એસટી વર્ગથી આવતા સમાજના વંચિત સમૂહ, સતાવાયેલા લોકોને મજબુત કરવાની જરૂર છે. તેમણે અર્બન નક્સલની અવધારણાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં ચાલતા નાના નાના આંદોલનોમાં 'ભારત તારા ટુકડા' થશે તેવું કહેનારા પણ જોવા મળ્યાં. તેના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર ચાલી રહ્યો છે અને તેનું કન્ટેન્ટ પાકિસ્તાન, ઈટલી, અમેરિકાથી આવી રહ્યું છે. બાબરનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણો સમાજ ભારતની અવધારણાથી સહજ ભાવથી ઉપજેલા સ્વની ભાવનાના સત્યને જ્યારે ભૂલી ગયો અને સ્વાર્થ પ્રબળ થઈ ગયો તો આપણે અત્યાચારનો શિકાર થઈ ગયાં. સમાજની પોતાની ખામીઓ હતી. શાસકોએ તો કોઈને પણ છોડ્યા નથી. બાબરે ન તો હિંદુને છોડ્યા, ન મુસ્લિમોને.
દેશના હાલના સમયમાં થયેલા આંદોલનોનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે 'ભારત તારા ટુકડા' થશે કહેનારા લોકોને બંધારણમાં વિશ્વાસ નથી. દેશમાં નાની નાની વાતો પર આંદોલનો થવા લાગ્યા છે. ખોટી વાતોને લઈને સોશિયલ મીડિયામાં પ્રચાર થઈ રહ્યો છે. શહેરી નક્સલવાદ પર ટિપ્પણી કરતા કહ્યું કે નક્સલવાદ હંમેશા શહેરી જ રહ્યો છે.
પરોક્ષ રીતે પાકિસ્તાનના સંદર્ભમાં મોહન ભાગવતે કહ્યું કે સુરક્ષાને લઈને આપણે સજાગ છીએ. સરકાર કોઈની પણ હોય પરંતુ આપણે ક્યારેય દુશ્મની પેદા કરતા નથી. પરંતુ બચવાના ઉપાય તો કરવા જ પડસે. ત્યાં પરિવર્તન બાદ પણ કશું જ બદલાતું જોવા મળી રહ્યું નથી. આપણી સેનાએ સંપન્ન બનવું જ પડશે જેથી કરીને આપણી સેનાનું મનોબળ ઓછું ન થાય, સંતુલન જાળવીને કામ કરવું પડશે. આ જ કારણે હાલ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. પરંતુ આપણે વિશ્વાસ પેદા કરવા માટે ગોળીનો જવાબ ગોળીથી આપવાની હિંમત ધરાવીએ છીએ.
આ સાથે જ તેમણે કહ્યું કે સરહદ પર સુરક્ષા કરતા પરિવારોની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે, તેમની ચિંતા કોણ કરશે, શાસને ડગલું તો ભર્યું પરંતુ ઝડપ વધારવાની જરૂર છે. જવાનોમાં એ વિશ્વાસ પેદા થવો જોઈએ કે અમે અહીં રક્ષા કરી રહ્યાં છે પરંતુ અમારા પરિવારની રક્ષા સરકાર કરશે.
મોહન ભાગવતે કહ્યું કે શાસનની સાથે સાથે સમાજની પણ કેટલીક જવાબદારીઓ છે. આપણે વિચારવું પડશે કે શું આપણે આપણો દેશ સરકારને સોંપી દીધો છે? આવું એટલા માટે કારણ કે પહેલી જવાબદારી તો આપણી છે, સરકારને તો આપણે જ ચૂંટીને મોકલીએ છીએ. સરહદ માત્ર ભૌગોલિક સીમા નથી હોતી, સમુદ્રી સીમા પણ હોય છે. આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું મહત્વ વધી ગયું છે. તમામ નાના મોટા ટાપુઓની રક્ષા થવી જોઈએ. કારણ કે ભારતનું સામર્થ્ય ઓછુ કરવા માટે લોકોએ ગળાની ચારેબાજુ ફાંસો બનાવવાની કોશિશ કરી લીધી છે.
કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ
નોબેલ પુરસ્કારથી સન્માનિત અને સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વાર્ષિક વિજયાદશમી સમારોહના અતિથિ છે. કાર્યક્રમનું આયોજન નાગપુરના રેશમીબાગ મેદાનમાં કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે ગત વર્ષે રોહિંગ્યા સંકટ, ગૌરક્ષા, જમ્મુ અને કાશ્મીર તથા સર્જિકલ સ્ટ્રાઈ જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે