'જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા, જે રામ વિરોધી છે તેઓ 234 પર...પ્રભુનો ન્યાય છે'

આ વખતની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહ્યા. ત્યારબાદ હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ઈન્દ્રેશકુમારે આ પરિણામોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

'જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા, જે રામ વિરોધી છે તેઓ 234 પર...પ્રભુનો ન્યાય છે'

આ વખતની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહ્યા. ત્યારબાદ હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ઈન્દ્રેશકુમારે આ પરિણામોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને 'અહંકારી' અને વિપક્ષી ઈન્ડિયા બ્લોકને 'રામ વિરોધી' ગણાવ્યા છે. ઈન્દ્રેશકુમારે કહ્યું કે રામ બધા સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણી જ જોઈ લો, જેમણે રામની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર વધતો ગયો. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી તો બનાવી દીધી પરંતુ તેને જે પૂર્ણ હક મળવો જઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને અહંકારના કારણે રોકી દીધી. 

ઈન્દ્રેશકુમારે વધુમાં કહ્યું કે જેમણે રામનો વિરોધ કર્યો તેમને બિલકુલ જ શક્તિ ન આપી. તેમામાંથી કોઈને પણ શક્તિ ન આપી. બધા મળીને પણ નંબર વન ન બની શક્યા. નંબર 2 પર રહી ગયા. આથી પ્રભુનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે. ખુબ આનંદદાયક છે. 

અત્રે જણાવવાનું કે ઈન્દ્રેશકુમાર જયપુર પાસે કાનોતામાં રામરથ અયોધ્યા યાત્રા દરશ્ન પૂજન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ઈન્દ્રેશકુમાર આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જો કે  તેમણે પોતાના નિવેદનમાં કોઈ પણ પાર્ટીનું નામ લીધુ નથી. પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ રીતે પક્ષ અને વિપક્ષ તરફ સંકેત આપી રહ્યો હતો. 

ભાજપના સંદર્ભમાં શું કહ્યું
ઈન્દ્રેશકુમારે ભાજપના સંદર્ભમાં કહ્યું કે જે પાર્ટીએ (ભગવાન રામની) ભક્તિ ક રી, પરંતુ અહંકારી થઈ ગઈ તેને 241 પર રોકી દીધી પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવી દીધી. તેમણે સ્પષ્ટ રીતે ઈન્ડિયા બ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમને રામમાં કોઈ આસ્થા નહતી, તેમને એક સાથે 234 પર રોકી દીધા. તેમણે વધુમાં કહ્યું કે લોકતંત્રમાં રામરાજ્યનું વિધાન જોઈ લો, જેમણે રામની ભક્તિ કરી પરંતુ ધીરે ધીરે અહંકારી થઈ ગયા તે પાર્ટી સૌથી મોટી પાર્ટીને ઉભરી પરંતુ જે વોટ અને તાકાત મળવી જોઈતી હતી તે ભગવાને તેમના અહંકારના કારણે રોકી દીધી. 

વિપક્ષી ગઠબંધન વિશે શું કહ્યું
તેમણે કહ્યું કે જેમણે રામનો વિરોધ કર્યો, તેમનામાંથી કોઈને પણ સત્તા ન મળી. એટલે સુધી કે તે બધાને એક સાથે નંબર 2 બનાવી દીધા. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક છે. તેમણે કહ્યું કે જે લોકો રામની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઈએ અને જે રામનો વિરોધ કરે છે ભગવાન સ્વયં તેમને પહોંચે છે. 

ભગવાન  ભેદભાવ કરતા નથી
તેમણે કહ્યું કે ભગવાન રામ ભેદભાવ કરતા નથી અને દંડ આપતા નથી. રામ કોઈને વિલાપ કરાવતા નથી. રામ બધાને ન્યાય આપે છે. તેઓ આપે છે અને આપતા રહેશે. ભગવાન રામ હંમેશા ન્યાયપ્રિય છે અને ન્યાયપ્રિય રહેશે. ઈન્દ્રેશકુમારે એમ પણ કહ્યું કે ભગવાન રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલુ કર્યું. 

અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આરએસએસ તરફથી સતત ભાજપને સલાહ સૂચનો આપવાનો  સિલસિલો ચાલુ છે. અગાઉ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ ભાજપને અરીસો દેખાડતા દેશની હકીકતથી રૂબરૂ કરાવ્યા હતા. ત્યારબાદ સંઘના મુખપત્ર પંચજન્યમાં પણ એક લાંબો લેખ લખવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપની સાથે સત્તાનું સુખ ભોગવી રહેલી શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું કે 400 પારના નારાના કારણે માત્ર ભાજપ બહુમતના આંકડાથી ચૂકી એટલું જ નહીં પરંતુ અમારે પણ નુકસાન ભોગવવું પડ્યું. હવે આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમારે પણ ભાજપ અને મોદી પર નિશાન સાંધ્યું. 

સંઘ અને ભાજપમાં ખેંચતાણ?
2024ના  લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનું પરફોર્મન્સ ખરાબ થવાના અનેક કારણો ગણાવવામાં આવી રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર અનેક લોકોનું માનવું છે કે ભાજપ બહુમતના આંકડા સુધી ન પહોંચ્યો તેનું એક સૌથી મોટું કારણ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું એ નિવેદન હોઈ શકે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપને હવે આરએસએસના સહારાની જરૂર નથી. સંઘના સંસ્કાર અને કામ કરવાની રત કઈ અલગ છે. સંઘ પ્રમુખના પદ પર કોઈ પણ હોય તેમના નિર્ણય અને નિવેદન ખુબ વિવિકશીલ હોય છે. સંઘમાં ક્યારેય આવેશમાં આવીને નિવેદન આપવાની પરંપરા નથી. સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલના નિવેદન બાદ એ શંકા વધુ પ્રબળ  બની કે ભાજપની આ હાલત પાછળ અસલ કારણ શું છે?

શું બોલ્યા હતા મોહન ભાગવત
નાગપુરમાં આરએસએસના કાર્યકર વિકાસ વર્ગ કાર્યક્રમનો 10 જૂનના રોજ સમાપન દિવસ હતો. તેમણે કહ્યું હતું કે જે પોતાના કર્તવ્યોનું પાલન કરતા મર્યાદાની સીમાઓનું પાલન કરે છે, પોતાના કામ પર ગર્વ કરે છે, અહંકાર રહિત હોય છે, એવા વ્યક્તિ જ વાસ્તવમાં સેવક કહેવડાવવાના હકદાર છે, કામ કરે, પરંતુ મે કર્યું એ અહંકાર ન પાળે. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે મુકાબલો જરૂરી હોય છે. આ દરમિયાન બીજાને પણ પાછળ ધકેલવાના હોય છે. પરંતુ તેની એક મર્યાદા હોય છે. આ મુકાબલો જૂઠના આધારે હોવો જોઈએ નહીં. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી રાજયમાં શાંતિ હતી, પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. જરૂરી છે કે આ સમસ્યાને પ્રાથમિકતાથી ઉકેલવામાં આવે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news