સુપ્રીમનાં ચુકાદાનું RSSએ કર્યું સ્વાગત, કહ્યું ઝડપથી મંદિર બનશે તેવી આશા
આજે સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મબૂમિના કેસમાં ત્રણ સભ્યોની પીઠ દ્વારા 29 ઓક્ટોબરથી સુનવણીનો નિર્ણય કર્યો છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ
Trending Photos
નવી દિલ્હી : અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સ્વાગત કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ ગુરૂવારે આશા વ્યક્ત કરી કે આ મુદ્દે શક્ય તેટલી ઝડપથી ન્યાયોચિત નિર્ણય થશે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિનાં કેસમાં ત્રણ સભ્યોની 29 ઓક્ટોબરે સુનવણીનો નિર્ણય કીધો છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમને આશા છે કે શીઘ્રાતિશીઘ્ર કેસનો ન્યાયોચિત નિર્ણય થશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામનો અભિન્ન અંગ છે કેનહી તે અંગે સુપ્રીમ કોર્ટે 1994નાં ચુકાદા અંગે ફરીથી વિચાર માટે પાંચ સભ્યોની સંવિધાન પીઠ પાસે મોકલવાથી ગુરૂવારે ઇન્કાર કરી દીધો. આ મુદ્દો અયોધ્યા જમીન વિવાદની સુનવણી દરમિયાન ઉઠ્યો હતો.
મુખ્યન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ટોપની કોર્ટે 2:1ના બહુમતીમાં કહ્યું કે, દીવાની વાદનો ચુકાદો સબુતોનાં આધાર પર થવો જોઇએ અને પહેલા આવેલા ચુકાદાની અહીં કોઇ પ્રાસંગિતતા નથી. મુખ્ય ન્યાયાધીશ મિશ્રા અને પોતાની તરફથીચુકાદો વાંચતા ન્યાયમૂર્તિ અશોક ભૂષણે કહ્યું કે, તેણે જોવું પડશે કે 1994માં પાંચ સભ્યોની પીઠે કયા સંદર્ભમાં ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું કે, હાલનાં કેસમાં 1994નો ચુકાદો પ્રાસંગિક નથી કારણ કે ઉક્ત નિર્ણય જમીન અધિગ્રહણ મુદ્દે આપવામાં આવ્યો હતો. જો કે ન્યાયમૂર્તિ એસ.અબ્દુલ નઝીર પોતાનાં ચુકાદામાં પીઠના અન્ય બે સભ્યો સાથે સંબંધ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે