રાજ્યસભા અને લોકસભાના નથી સભ્ય, તેમ છતાં મોદી કેબિનેટમાં મળી આ મોટી જવાબદારી
અનુભવી અમલદાર તેમજ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જયશંકરને ચીન અને અમેરિકાના મામલે નિષ્ણાત માનવામાં આવી રહ્યાં છે
Trending Photos
નવી દિલ્હી: અનુભવી અમલદાર તેમજ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જયશંકરને ચીન અને અમેરિકાના મામલે નિષ્ણાત માનવામાં આવી રહ્યાં છે અને નવા વિદેશ મંત્રી તરીકે તેમના પર ખાસ ધ્યાન રહેશે કે તેઓ આ બંને મહત્વપૂર્ણ દેશ સાથે અને પાકિસ્તાન સાથે ડીલ કરવામાં ભારતના વલણને કેવી રીતે સમર્થન આપે છે.
જયશંકરને આ મહત્વપૂર્ણ જવાબદારી તે સમયે આવવામાં આવી છે જ્યારે લગભગ 16 મહિના પહેલા જ તેઓ વિદેશ સેવાથી સેવાનિવૃત થયા છે. તેમના પર વૈશ્વિક સ્તરે ખાસકરી જી...20, શાંધાઈ સહયોગ સંગઠન અને બ્રિક્સ સંગઠન જેવા વૈશ્વિક મંચ પર ભારતના વૈશ્વિક પ્રભાવોને વધારવાની આશાઓને અમલમાં લાવવાની જવાબદારી પણ રહશે.
જો કે, તેમના નેતૃત્વમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને યૂરોપીયન સંઘ તથા પાડોશી દેશની સાથે વ્યાપાર તેમજ સક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર મંત્રાલયને મુખ્ય ભાર રહશે. જયશંકરની સમક્ષ એક અન્ય પડકાર પણ છે. જેમાં ચીન સાથે ભારતનાં સંબંધોને વધુ મજબૂત કરવા પર રહેશે. જે 2017ના મધ્યમાં ડોકલામ વિવાદ બાદ પ્રભાવિત થયા છે.
વધુમાં વાંચો: ટુંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે મોદી સરકાર, 42 સરકારી કંપનીઓનું ખાનગીકરણ શક્ય: સૂત્ર
64 વર્ષીય જયશંકર ના તો રાજ્યસભા અને ના લોકસભાના સભ્ય છે. તેમના નેતૃત્વમાં મંત્રાલયના આફ્રિકન ખંડ સાથે સહકાર વધારવા પર ભાર મુકવાની આશા છે. જ્યાં ચીન વધુને વધુ અસર કરે છે. નરેન્દ્ર મોદી મંત્રી પરિષદમાં પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને સામેલ કરવાનો નિર્ણય બધા માટે ચોકાવનારો રહ્યો છે. અનુભવી ડિપ્લોમેટ જયશંકર ચીન અને અમેરિકાની સાથે વાતચીતમાં ભારતના પ્રતિનિધિ પણ રહ્યાં હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે