જાણો કયા કયા મંત્રાલય છે, જેને પીએમ મોદીએ ન આપ્યા કોઇને, રાખ્યા પોતાની પાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નવી સરકારના શપથ ગ્રહણ બાદ શુક્રવારે મંત્રાલયની વહેંચણી કરી છે. જેમાં અમિત શાહને ગૃહ મંત્રાલય અને રાજનાથને રક્ષા મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

જાણો કયા કયા મંત્રાલય છે, જેને પીએમ મોદીએ ન આપ્યા કોઇને, રાખ્યા પોતાની પાસે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નવી સરકારના શપથ ગ્રહણ બાદ શુક્રવારે મંત્રાલયની વહેંચણી કરી છે. જેમાં અમિત શાહને ગૃહ મંત્રાલય અને રાજનાથને રક્ષા મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્મૃતિ ઇરાનીને મહિલા તેમજ બાળ વિકાસ તથા કપડા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે પીયૂષ ગોયલ રેલ મંત્ર બન્યા. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાની તરફથી શુક્રવારે આ જાણકારી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના મંત્રાલય અને અધિકારી પોતાની પાસે રાખ્યા છે. જેમાં કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ વડાપ્રધાને પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત બધા મહત્વપૂર્ણ નીતિ બાબતો ઉપરાંત મંત્રાલય કે જે કોઈને સોંપવામાં આવ્યું નથી તે વડાપ્રધાનએ તેમને તેની પાસે રાખ્યું છે.

જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય

  • રાજનાથ સિંહ- રક્ષા મંત્રી
  • અમિત શાહ- ગૃહ મંત્રી
  • નિતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી
  • ડીવી સદાનંદ ગૌડા - કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી
  • નિર્મલા સીતારમણ- નાણા પ્રધાન અને કોર્પોરેટ બાબતોના મંત્રી
  • રામ વિલાસ પાસવાન- ગ્રાહક બાબતોના મંત્રી, ખાદ્ય અને જાહેર વિતરણ
  • નરેન્દ્ર સિંહ તોમર- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી
  • રવિ શંકર પ્રસાદ- કાયદા અને ન્યાય મંત્રી, કમ્યુનિકેશન્સ મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી
  • હરસિમાત કૌર બાદલ- ફૂડ પ્રોસેસિંગ મંત્રી
  • થાવર ચંદ ગેહેલોત- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
  • ડૉ. સુબ્રમણ્યમ જયશંકર- વિદેશ મંત્રી
  • રમેશ પોખરિયાલ નિશંક - માનવ સંસાધન વિકાસ મંત્રી
  • અર્જુન મુંડા- આદિજાતિ બાબતોના મંત્રી
  • સ્મૃતિ ઇરાની- મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ કાપડ મંત્રી
  • ડૉ. હર્ષવર્ધન- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, વિજ્ઞાન અને તકનીક મંત્રી તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રી
  • પ્રકાશ જાવડેકર- માહિતી અને પ્રસારણ મંત્રી, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી
  • પિયુષ ગોયલ- રેલવે પ્રધાન અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
  • ધર્મેન્દ્ર પ્રધાન- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી
  • મુખ્તાર અબ્બાસ નકવી - લઘુમતી બાબતોના મંત્રી
  • પ્રહલાદ જોશી - કોલસા મંત્રી, સંસદીય બાબતોના મંત્રી
  • મહેન્દ્ર નાથ પાંડે - કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી
  • અરવિંદ ગણપત સાવંત - ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news