સબરીમાલા કેસ: તમામ પુનર્વિચાર અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરીએ ખુલ્લી કોર્ટમાં થશે સુનાવણી
28 સપ્ટેમ્બરનાં રોજ આપેલા ચુકાદામાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી
Trending Photos
નવી દિલ્હી : સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે તમામ 49 પુનર્વિચાર અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 22 જાન્યુઆરીએ ખુલ્લી કોર્ટમાં સુનવણી કરશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોની સંવૈધાનિક બેન્ચનાં 28 સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાને પ્રવેશની પરવાનગી આપી હતી. આજે કોર્ટે આ ચુકાદા પર સ્ટેનો ઇન્કાર કરી દીધો હતો.
મંગળવારે બપોરે 3 વાગ્યે પાંચ જજોની બેંચે આ મુદ્દે સુનવણી ચાલુ કરી. આ સુનવણી પણ 28 સપ્ટેમ્બરનાં જુના ચુકાદા આપનારા પાંચ જજોમાંથી ચાર જજ અને ચીફ જસ્ટિસન રંજન ગોગોઇની બેંચે કરી. જુના ચુકાદા આપનાર પાંચ જજોની સંવૈધાનિક બેન્ચમાં ત્યારે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા હતા. જે હવે રિટાયર થઇ ચુક્યા છે જમાટે હવે પાંચ જજોની બેંચમાં ચીફ જસ્ટિસ તરીકે હાલના ચીફ જસ્ટિસ રંજઇ ગોગોઇનો સમાવેશ થાય છે.
આ પાંચ જજોએ જુના ચુકાદાની વિરુદ્ધ દાખલ 49 પુનર્વિચાર અરજીઓ અંગે ખુલી કોર્ટનાં બદલે જજોની બંદ ચેમ્બરમાં એટલે કે ઇનચેમ્બર સુનવણી કરી. આ દરમિયાન જેમાં કોઇ પણ પક્ષનાં વકીલ સુનવણી માટે રજુ નથી શકતા માત્ર જજ પોતાનાં જુના ચુકાદાની સમીક્ષા કરીને ચુકાદો આપતા હોય છે. આજે બેંચે આ મુદ્દે 22 જાન્યુઆરીએ ખુલી કોર્ટમાં સુનવણીનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે સુપ્રીમ કોર્ટનાં ઇતિહાસમાં તે પહેલી વાર થયું કે જ્યારે ચીફ જસ્ટિસ વાળી જજોની બેંચ કોઇ મુદ્દે ચુકાદો આપવા માટે બે વાર બેઠા. સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટ મંગળવારે બે વખત સુનવણી થઇ. એક વાર ત્રણ નવી અરજીઓ પર અને ત્યાર બાદ 49 પુનર્વિચાર અરજીઓ અંગે સુનવણી થઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે