B'day SPL : ઐશ્વર્યા પહેલાં આ હિરોઇન સાથે સલમાનને કરવા હતા લગ્ન, તેના પિતા બન્યા વિલન

આજે બોલિવૂડની એક સમયની ટોચની હિરોઇનનો જન્મદિવસ છે

B'day SPL : ઐશ્વર્યા પહેલાં આ હિરોઇન સાથે સલમાનને કરવા હતા લગ્ન, તેના પિતા બન્યા વિલન

મુંબઈ : 90ના દાયકામાં કરોડો લોકોના દિલ પર રાજ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 13 નવેમ્બર, 1967ના દિવસે હરિયાણાના અંબાલામાં જન્મેલી જુહી મિસ ઇન્ડિયા પણ રહી ચૂકી છે. બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન પછી જુહી બે બાળકો જાન્હવી અને અર્જુનની માતા બની છે. જોકે, બહુ ઓછા લોકોને ખબર છે કે એક સમયે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને જુહી ચાવલા સાથે લગ્ન કરવા હતા. એક ઇન્ટરવ્યૂમાં સલમાને પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મેં જુહીના પિતા સાથે લગ્ન વિશે વાત કરી હતી પણ તેમણે મારી પ્રપોઝલને ફગાવી દીધી હતી. 

જુહીએ પોતાની ફિલ્મની કરિયરની શરૂઆત 1986માં 'સલ્તનત' સાથે કરી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ થતા તે સાઉથ ઇન્ડિયા જતી રહી અને ત્યાં કન્નડ ફિલ્મ 'પ્રેમલોક'માં સારો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મની સફળતાને કારણે જુહીને 1988માં આવેલી ફિલ્મ 'ક્યામત સે ક્યામત તક'માં તેને આમિર ખાનની હિરોઇન તરીકે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે તેની પહેલીવાર ફિલ્મફેર અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ પછી જુહી તેલુગુ, તામિલ, કન્નડ અને બંગાળી ફિલ્મમાં જોવા મળી હતી. આખરે 1990માં આવેલી 'પ્રતિબંધ' ફિલ્મે તેને ટોચની હિરોઇન બનાવી દીધી હતી. 2000 પછી જુહીએ ધીમેધીમે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું હતું. 

જુહીએ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘરે 2001માં દીકરી જાન્હવી તેમજ 2003માં દીકરા અર્જુનનો જન્મ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news