ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંક
રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે. આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે.
Trending Photos
રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે. આપ નેતા સંજય સિંહે એ વાત કબૂલી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવકુમારે સોમવારે મુખ્યમંત્રી આવાસ પર પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂંક કરી છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ મામલે કડક કાર્યવાહી કરશે.
શું કહ્યું સંજય સિંહે?
આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે. તેમણે કહ્યું કે કાલે માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે ગયા હતા. જ્યારે તેઓ ડ્રોઈંગ રૂમમાં તેમને મળવાની રાહ જોતા હતા ત્યારે વિભવ કુમારે તેમની સાથે ગેરવર્તણૂંક કરી. આ ખુબ નિંદનીય ઘટના છે. કેજરીવાલે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહી કરશે.
#WATCH | AAP MP Sanjay Singh says, "Yesterday an incident took place. At the residence of Arvind Kejriwal incident of misbehaviour took place with Swati Maliwal by Vibhav Kumar (Arvind Kejriwal's PA). Swati Maliwal has informed about this incident to the Delhi Police. This is a… pic.twitter.com/l7Hbk4CKEM
— ANI (@ANI) May 14, 2024
વિભવકુમારે કરી છે ગેરવર્તણૂંક
બીજી બાજુ દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે માલીવાલ સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન ગયા અને આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફના એક સભ્યે મુખ્યમંત્રીના અધિકૃત આવાસ પર તેમની સાથે મારપીટ કરી. આ બધુ ત્યારે થયું જ્યારે માલીવાલે સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ મથકમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફકર્મી વિભવે "મારપીટ" કરી છે.
મચ્યો હોબાળો
આ મામલે ભાજપ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી નગર નિગમ (એમસીડી)સદનમાં મંગળવારે હંગામો થયો. હંગામા વચ્ચે મેયરે સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી. નવી દિલ્હી લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર બાંસરી સ્વરાજે સ્વાતિ માલીવાલ સાથે થયેલી કથિત મારપીટને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાંધ્યુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે