આ તે કેવું મોત? નીચે ચિતા બળતી હતી અને અકસ્માત થતા ઉપરથી પડ્યો બાઈક સવાર

બિહારથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને માથું ફરી જશે. ગોપાલગંજમાં એક એવો રોડ અકસ્માત થયો કે તમે વિચારતા થઈ જશો કે આખરે આવું બને કેવી રીતે.

આ તે કેવું મોત? નીચે ચિતા બળતી હતી અને અકસ્માત થતા ઉપરથી પડ્યો બાઈક સવાર

બિહારથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને માથું ફરી જશે. ગોપાલગંજમાં એક એવો રોડ અકસ્માત થયો કે તમે વિચારતા થઈ જશો કે આખરે આવું બને કેવી રીતે. પરંતુ આવું બન્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત થતા તેની ચિતા બળી રહી હતી ત્યાં અકસ્માત થતા બાઈક ચાલક સીધો ચિતા પર પડ્યો અને જીવતો ભૂંજાઈ ગયો. 

વાત જાણે એમ છે કે આ મામલો બિહારના ગોપાલગંજ જિલ્લાના કુચાયકોટ પોલીસ મથકના એનએચ-27 પર દાહા પુલ પાસેનો હોવાનું કહેવાય છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે વૃત બેલવા ગામના રહીશ વકીલ પ્રસાદ તેમના ભત્રીજા શિવકુમાર સાથે ગુરુવારની સાંજે યુપીના તમકુહી વિસ્તારથી દવા લઈને બાઈક પર પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન દાહા પુલ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી જેના કારણે વકીલ પ્રસાદ પુલની તૂટેલી રેલિંગથી સીધા નીચે બળી રહેલી ચિતા પર જઈને પડ્યા. આ ઘટનામાં વકીલ પ્રસાદનું મોત નિપજ્યું. જ્યારે તેમનો ભત્રીજો ચિતા નજીક જઈને પડ્યો. તે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી તમના ભત્રીજાને ગોરખપુર રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ હાલ ગંભીર છે. મૃતકની ઓળખ કુચાયકોટ પોલીસ મથકના લાલબેગી ગામના રહીશ 60 વર્ષીય વકીલ પ્રસાદ તરીકે છે. તેઓ ખેડૂત હતા. મૃતકના પરિજનોએ જણાવ્યું કે વકીલ પ્રસાદ પોતાની બીમાર પત્ની માટે દવા ખરીદવા માટે ઘરેથી નીકળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news