SFJ ના ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ, 15 ઓગસ્ટ માટે તૈયાર કર્યો પ્લાન 

ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ  (SFJ) એ એકવાર ફરીથી ભારત વિરોધી ષડયંત્ર રચ્યું છે.

SFJ ના ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ, 15 ઓગસ્ટ માટે તૈયાર કર્યો પ્લાન 

નવી દિલ્હી: ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ  (SFJ) એ એકવાર ફરીથી ભારત વિરોધી ષડયંત્ર રચ્યું છે. આ વખતે આ સંગઠન તરફથી તિરંગાનું અપમાન કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવાદિત પોસ્ટર બહાર પાડવામાં આવ્યા. ખાલિસ્તાન સમર્થક આ સંગઠન હવે 15 ઓગસ્ટના રોજ દિલ્હી ઘેરવાનો પ્લાન  બનાવી રહ્યું છે. 

ભારત તોડવાનું ષડયંત્ર
મળતી માહિતી મુજબ શીખ ફોર જસ્ટિસની ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સંગઠને 15 ઓગસ્ટના રોજ દિલ્હીના રસ્તાઓને  બ્લોક કરવાનું ષડયંત્ર રચ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઝંડો ફરકાવતા રોકવાની ચાલ પણ ચલી રહ્યું છે. શીખ ફોર જસ્ટિસનો પ્લાન છે કે કેવી રીતે પંજાબ, કાશ્મીર, બંગાળને ભારતથી અલગ કરવામાં આવે. આ ઉપરાંત સંગઠન દેશભરમાં ટ્રેક્ટર રેલીથી માહોલ બગાડવાનું ષડયંત્ર પણ રચી રહ્યું છે. 

સ્પષ્ટ છે કે ખેડૂતોની આડમાં ફરીથી એકવાર ભારત વિરોધી ષડયંત્ર રચાઈ રહ્યું છે. તમને યાદ હશે કે કેવી રીતે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દ્વારા હિંસા થઈ અને લાલ કિલ્લા પર હંગામો મચાવવામાં આવ્યો. આ સાથે જ ત્યાં ધાર્મિક ઝંડો પણ ફરકાવવામાં આવ્યો હતો. હવે ફરીથી આવું જ ષડયંત્ર 15 ઓગસ્ટ માટે પણ રચાઈ રહ્યું છે. ફરીથી હિંસા કરવાની  બ્લૂ પ્રિન્ટ પણ રચાઈ રહી છે અને દેશભરમાં ટ્રેક્ટર રેલી દ્વારા માહોલ બગાડવાનો પ્લાન તૈયાર થયો છે. 

સુરક્ષા એજન્સીઓ અલર્ટ
શીખ ફોર જસ્ટિસના કેટલાક પોસ્ટર્સ સામે આવ્યા છે જેનાથી સ્પષ્ટ છે કે સંગઠન એકવાર ફરીથી દિલ્હીને નિશાન બનાવવા જઈ રહ્યું છે. તેનો પ્લાન 15 ઓગસ્ટના કાર્યક્રમમાં વિધ્ન નાખવાનું અને પીએમ મોદીને ઝંડો ફરકાવતા રોકવાનું છે. જો કે ખેડૂત આંદોલન અને ચોમાસુ સત્રના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલેથી અલર્ટ છે અને દિલ્હીમાં સતર્કતા વધારવામાં  આવી છે. આ વખતે કાયદો હાથમાં લેવા પર કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news