UNSC ના મંચથી ભારતે તાલિબાનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે. UNSC માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલાત હજુ પણ નાજુક બનેલા છે.
પાડોશી હોવાના નાતે ચિંતાનો વિષય
ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી અને લોકોના મિત્ર હોવાના કારણે હાલની સ્થિતિ અમારા માટે સીધી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય. એક એવી સરકાર હોય જેને આંતરરાષ્ટ્રીય સ્વિકૃતિ અને માન્યતા મળે.
પ્રતિબદ્ધતાઓનું સન્માન થવું જોઈએ
કાબુલ હુમલાનો ઉલ્લેખ કરતા ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ગત મહિને એક નિંદનીય હુમલો જોવા મળ્યો. આતંકવાદ અફઘાનિસ્તાન માટે એક ગંભીર જોખમ બનેલો છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ મામલે કરાયેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન થવું જોઈએ અને તેનું પાલન થવું જોઈએ. તેમણે કહ્યું કે અમે તે નિવેદન ઉપર પણ ધ્યાન આપ્યું કે અફઘાન લોકો કોઈ પણ વિધ્ન વગર વિદેશ મુસાફરી કરી શકશે. અમને આશા છે કે આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરાશે. જેમાં અફઘાનો અને તમામ વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનથી સેફ પેસેજ આપવાની વાત સામેલ છે.
The situation in Afghanistan continues to be very fragile. As its immediate neighbour & a friend to its people, the current situation is of direct concern to us: India's Permanent Representative to UN TS Tirumurti at UNSC Debate on Afghanistan pic.twitter.com/UBqSRcx02X
— ANI (@ANI) September 10, 2021
અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવાની જરૂર
ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાન લોકોના ભવિષ્યની સાથે સાથે છેલ્લા બે દાયકામાં મેળવેલા લાભોને જાળવી રાખવા અને નિર્માણ કરવા અંગે અનિશ્ચિતતાઓ ખુબ વધુ છે. અમે અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવાની જરૂરિયાતને ફરી દોહરાવીએ છીએ. અફઘાન બાળકોની આકાંક્ષાઓને સાકાર કરવા, અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવા અને માનવીય સહાયતા તત્કાળ પ્રદાન કરવાનું અમે આહ્વાન કરીએ છીએ અને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓને નિર્વિધ્ન પહોંચ પ્રદાન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે