PM Modi Attack Congress: 'મહાદેવના ગળાનું આભૂષણ છે સાપ, મારા માટે જનતા શિવ છે', કર્ણાટકમાં બોલ્યા પીએમ મોદી

Karnataka Assembly Election 2023: પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી કાર્યક્રમોની શરૂઆત ન કરી, કારણ કે પાર્ટીની દરેક યોજનામાં ભ્રષ્ટાચાર હતો. 

PM Modi Attack Congress: 'મહાદેવના ગળાનું આભૂષણ છે સાપ, મારા માટે જનતા શિવ છે', કર્ણાટકમાં બોલ્યા પીએમ મોદી

કર્ણાટકઃ કર્ણાટકની ચૂંટણી નજીક આવી રહી છે. 10 મેએ 224 સભ્યોવાળી વિધાનસભા માટે મતદાન થશે અને 13 મેએ પરિણામ આવશે. તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે અને વાર-પલટવાર પણ કરવામાં આવી રહ્યાં છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યાં છે. કોલારમાં એક જનસભામાં પીએમ મોદીએ કોંગ્રેસને સ્ક્રેપ એન્જિન ગણાવતા કહ્યું કે, તે વિકાસ ન કરી શકે. ઝડપથી વિકાસ માત્ર ભાજપની ડબલ એન્જિન સરકાર કરી શકે છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત અને ઉત્તેજિત કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તે સહન કરી શકતા નથી અને મને ધમકી આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેણે વિકાસ વિશે ચર્ચા કરવાની જરૂર હતી, જેની જગ્યાએ સાપ અને તેના ઝેર વિશે ચર્ચા કરી રહ્યાં છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, 'હું તેના વિશે દુખી નથી. સાપ ભગવાન શિવના ગળામાં આભૂષણની જેમ રહે છે. મેં આ દેશના લોકોમાં ભગવાન શિવ જોયા છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું- હું તમારા (લોકોની) ડોકમાં સાંપની જેમ રહીને ખુશ છું. તમે મારા માટે શિવની જેમ છો.' આ વિશે વાત કરતા નેતાઓને દૂર રાખવા માટે મહેરબાની કરી મને10 મેએ આશીર્વાદ આપો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરી સાપ ગણાવ્યા હતા. 

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ તેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી કાર્યક્રમો શરૂ કર્યા ન હતા, કારણ કે પાર્ટીની દરેક યોજનામાં ભ્રષ્ટાચાર છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, રાજવી પરિવારે હજારો કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. જેમને જેલમાં હોવું જરૂરી છે તેઓ જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ અમે ભ્રષ્ટાચારીઓ પાસેથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ જપ્ત કર્યા છે. અમે ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક પગલાં લીધાં છે. ભાજપ સરકારે દેશના 10 કરોડથી વધુ ઘરોમાં શૌચાલય બનાવ્યા છે. તેમણે કહ્યું કે તમારા વોટથી આ શક્ય બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news