દ.કોરિયાના રાષ્ટ્રપતિએ કરી ભવિષ્યવાણી, મોદી ફરીથી બનશે PM
'હું 2020માં વડાપ્રધાન નરેંદ્ર મોદીની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છું અને ત્યાં સુધી મને આશા છે કે અમે વિભિન્ન બહુપક્ષીય સંમેલનોમાં પોતાની ઘનિષ્ઠ વાતચીત ચાલુ રાખીશું.'
Trending Photos
નવી દિલ્હી: ઘણીવાર અજાણતાં કહેલી વાત પણ ઘણું બધુ કહી જાય છે. ભારતની યાત્રા પર આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનના મોંઢામાંથી એવી વાત નિકળી ગઇ. તેમણે વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે સંયુક્ત જાહેરાત દરમિયાન કહ્યું કે તે 2020માં વડાપ્રધાનની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે 'હું 2020માં વડાપ્રધાન નરેંદ્ર મોદીની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છું અને ત્યાં સુધી મને આશા છે કે અમે વિભિન્ન બહુપક્ષીય સંમેલનોમાં પોતાની ઘનિષ્ઠ વાતચીત ચાલુ રાખીશું.'
I will eagerly wait for PM Modi's visit to Korea in 2020 until then I hope we can continue our close communication in various multilateral summits: South Korean President Moon Jae-in pic.twitter.com/ZnW95P9iU2
— ANI (@ANI) July 10, 2018
મહત્વપૂર્ણ વાત એ છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીનો કાર્યકાળ મે 2019 સુધી જ છે. ત્યારબાદ દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિ સાથે વિભિન્ન બહુપક્ષીય સંમેલનોમાં વાતચીત અને 2020માં કોરિયા પ્રવાસ તે ત્યારે જ કરશે, જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં તેમને જીત પ્રાપ્ત થાય અને તે ફરી એકવાર ભારતના વડાપ્રધાન બને. આ પ્રકારે જોવામાં આવે તો મૂન જે-ઇનને નરેંદ્ર મોદીને ફરીથી વડાપ્રધાનની જાહેરાત કરી દીધી. ભલે તે વાત અજાણતાં કરવામાં આવી હોય. પરંતુ આવા મહત્વપૂર્ણ અવસર પર કહેવામાં આવેલી દરેક વાતનો અર્થ હોય છે.
આ સાથે જ મૂન જે-ઇને કહ્યું કે તે અને વડાપ્રધાન મોદી લોકો વચ્ચે પરસ્પર સહયોગ, સમૃદ્ધિ અને શાંતિ વધારવા પર સહમત છે. બંને દેશો વચ્ચે લોકોને વધુ તાલમેળ વધારવાને લઇને અમે પરસ્પર સમજને વ્યાપક રીતે આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે બંને દેશ નિયમિત રીતે દરેક સમિટ સ્તરની વાર્તા કરશે.
આ અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ જે-ઇનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોરિયાઇ પ્રાયદ્રીપમાં શાંતિના પ્રયાસનો બધો શ્રેય રાષ્ટ્રપતિ મૂનને જાય છે. વડાપ્રધાને કહ્યું કે ત્યાં જે સકારાત્મક માહોલ બન્યો છે, તે રાષ્ટ્રપતિ મૂનના પ્રયત્નોને કારણે સંભવ બન્યું છે. વડાપ્રધાને આ નિવેદન ઉત્તર કોરિયાનું નામ લીધા વિના બંને દેશો વચ્ચે શાંતિ વાર્તાના સંદર્ભમાં આપ્યું. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે દક્ષિણ કોરિયાએ અસંભવને સંભવ બનાવી દીધું. કોરિયાની કંપનીઓ ના ફક્ત ભારતમાં રોકાણ કર્યું છે, પરંતુ ત્યાંના ઉત્પાદનો ભારતના ઘર-ઘરમાં લોકપ્રિય બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે