300 કરોડ સુધી હથિયાર પોતાના સ્તર પર ખરીદી શકશે સેના, મળ્યો અધિકાર

સશસ્ત્ર બળોએ પોતાના સ્તર પર 300 કરોડ રૂપિયા સુધીના હથિયારની ખરીદી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રકારે અધિકાર મળવાથી સશસ્ત્ર બળોને પોતાની પરિચાલન જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે.

300 કરોડ સુધી હથિયાર પોતાના સ્તર પર ખરીદી શકશે સેના, મળ્યો અધિકાર

નવી દિલ્હી: સશસ્ત્ર બળોએ પોતાના સ્તર પર 300 કરોડ રૂપિયા સુધીના હથિયારની ખરીદી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રકારે અધિકાર મળવાથી સશસ્ત્ર બળોને પોતાની પરિચાલન જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે. આ વાતની જાણકારી ખુદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ટ્વિટ કર્યું છે.  

રાજનાથ સિંહે ટ્વિટમાં લખ્યું - 'સશસ્ત્રબળોને 300 કરોડ રૂપિયા સુધી જરૂરી પૂંજીગત અધિગ્રહણ કેસની પ્રગતિ માટે શક્તિઓ સોંપવામાં આવી છે. જેને પરિચાલન જરૂરિયાતોમાં મદદ સાથે ખરીદની સમય સીમા ઓછી થશે. 

— Rajnath Singh (@rajnathsingh) July 15, 2020

સીમા વિવાદ વચ્ચે રક્ષા મંત્રીનો લદાખ પ્રવાસ
સીમા વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) વિસ્તારનો પ્રવાસ કરશે. બે દિવસના પ્રવાસ પર રાજનાથ સિંહ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ જશે. જ્યાં તે LAC સાથે સાથે LoC પણ જશે. રક્ષા મંત્રી સાથે ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ સાથે હશે. જાણકારી અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 જુલાઇના રોજ લદ્દાખ પહોંચશે. ત્યારબાદ તે જમ્મૂ કાશ્મીર જશે. રક્ષા મંત્રી ચીન અને પાક સીમા પર સૈનિકોની તૈયારીઓ અને સ્થિતિનું નિરિક્ષણ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news