સંત ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી મારી કરી આત્મહત્યા

આત્મહત્યાના પ્રયાસ પછી તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા

સંત ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી મારી કરી આત્મહત્યા

નવી દિલ્હી : રાષ્ટ્રસંતનો દરજ્જો મેળવનાર ભૈયુજી મહારાજે કથિત રીતે મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાના પ્રયાસ પછી તેમને ગંભીર હાલતમાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

— ANI (@ANI) June 12, 2018

ભૈયુજી મહારાજે શું કામ આત્મહત્યા કરી એનો ખુલાસો હજી સુધી નથી થયો. આ ઘટનાની જાણકારી મળ્યા પછી મોટી સંખ્યામાં સમર્થક હોસ્પિટલમાં બહાર ઉમટી પડ્યા છે. 

શિવરાજ સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવા્માં આવ્યો હતો એમાં એક ભૈયુજી મહારાજ પણ હતા. જોકે તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news