Farmers Protest: ગાઝીપુર બોર્ડર પહોંચ્યા સુખબીર સિંહ બાદલ, રાકેશ ટિકૈતનું કર્યુ સમર્થન

બાદલે પ્રદર્શન સ્થળની પાસે દસ મિનિટ માટે ટિકૈત સાથે મુલાકાત કરી અને પ્રદર્શનકારી કિસાનોને સમર્થનનું આશ્વાસન આપ્યુ હતું. 
 

Farmers Protest: ગાઝીપુર બોર્ડર પહોંચ્યા સુખબીર સિંહ બાદલ, રાકેશ ટિકૈતનું કર્યુ સમર્થન

નવી દિલ્હીઃ શિરોમણિ અકાલી દળ (SAD) ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) એ રવિવારે દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદની પાસે ગાઝીપુર પહોંચીને કિસાનોને પોતાનું સમર્થન આપ્યુ હતું. અકાલી દળે વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં ભાજપની આગેવાની વાળા એનડીએ (NDA) સાથે સંબંધ તોડી દીધો હતો. 

બાદલના આગમન પહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ જાહેરાત કરી હતી કે કોઈપણ રાજનેતાઓને મુખ્યમંચ પર બોલવા માટે માઇક્રોફોન આપવામાં આવશે નહીં. તેમણે દાવો કર્યો કે, તેમને રાજકીય નેતાઓને મંચનો ઉપયોગ કરવા અને પ્રદર્શનકારીઓને સંબોધિત કરવાની મંજૂરી આપવા પર નોટિસ પ્રાપ્ત થઈ છે. 

— ANI (@ANI) January 31, 2021

બાદલે પ્રદર્શન સ્થળની પાસે દસ મિનિટ માટે ટિકૈત સાથે મુલાકાત કરી અને પ્રદર્શનકારી કિસાનોને સમર્થનનું આશ્વાસન આપ્યુ હતું. આ સિવાય પંજાબી ગાયક હર્ષ ચીમા અને કરવિંદર ગઢવાલ પણ તેમના સમર્થનમા ચામે આવ્યા હતા. 

બીજા સૌથી મોટા વિરોધ સ્થળ પર આ આંદોલન 67માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. દિલ્હી સાથે જોડાયેલા વિસ્તારમાં કિસાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા જય જવાન જય કિસાનના નારા લગાવી રહ્યા છે. સાથે કિસાનોની ભીડ પણ વધી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news