વિજય માલ્યાની અરજી પર SCનો નિર્ણય સોમવારે, 40 મિલિન ડોલર ટ્રાન્સફર કર્યા હતા
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની પુન:વિચાર અરજી પર નિર્ણય સંભળાવશે. વિજય માલ્યાએ કેસ વચ્ચે 40 મિલિયન ડોલર તેના બાળકોને ટ્રાન્સફ કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે મે 2017માં તેને કોર્ટની અવગણનાનો દોષિત ઠેરાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો
સુપ્રીમ કોર્ટના આ આદેશ વિરૂદ્ધ વિજય માલ્યાએ પુન:વિચાર અરજી દાખલ કરી હતી. જસ્ટિસ યૂયૂ લલિત અને અશોક ભૂષણની બેંચે ગુરૂવારના વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કર્યા બાદ તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો અને જાહેરાત કરી કે તેઓ સોમવારના આ વિશે તેમનું જજમેન્ટ આપશે. કોર્ટે આ પણ કહ્યું કે, વિજય માલ્યાની વિરૂદ્ધ બે મોટા આરોપ છે. જેમાં એક આરોપ છે કે, તેણે તેની સંપતિનો ખુલાસો કર્યો નથી અને બીજો સંપતિઓને ખોટી રીતે છૂપાવવાનો પ્રયત્ન કર્યો.
બાળકોને ટ્રાન્ફર કર્યા હતા 40 મિલિયન ડોલર
તમને જણાવી દઇએ કે, બિઝનેસમેન વિજય માલ્યા 9,000 હજાર કરોડ રૂપિયાની બેંક લોન ડિફોલ્ટ મામલે એક આરોપી છે. વર્તમાનમાં તે બ્રિટનમાં રહે છે. સુપ્રીમ કોર્ટે મે 2017માં વિજય માલ્યા સામે આપેલો નિર્ણય બેંકોની અરજી પર આપ્યો હતો. બેંકોએ કહ્યું હતું કે, ડિફોલ્ટર વિજય માલ્યાએ બાકી રકમ ચૂકવવાને બદલે બ્રિટિશ ફર્મ ડિયાજિયોથી મળેલા 40 મિલિયન ડોલર તેના બાળકોના નામે ટ્રાન્સફર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે